લસણિયો હાંડવો (Garlic Handva Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપ ચોખા
  2. ૧/૨ કપ અડદ દાળ
  3. ૧ કપ ચણાદાળ
  4. ૧૫-૨૦ લસણ ની કળી
  5. ૩ ચમચી તલ
  6. ૧ નાની દૂધી
  7. ૨-૩ સૂકા મરચાં
  8. ૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  9. ૧/૨ કપ દહીં
  10. ૧ ચમચી હળદર
  11. ૧/૨ ચમચી મરચું પાવડર
  12. ૧ ચમચી ગરમમસાલો
  13. ચપટીહિંગ
  14. મીઠું સ્વાદાનુસાર
  15. કોથમીર થોડી
  16. ૧/૨ ચમચી ઇનો
  17. ૫ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા અને દાળ ને ૬-૭ કલાક અલગ અલગ પલાળી લૉ.ત્યારબાદ એક ચમચી ચણાદાળ અલગ રાખી બધું મિકસ પીસી લો. આ ત્યાર કરેલા ખીરા માં દહી નાખી હાથ વડે હલાવી આથો આવે તે રીતે ૪-૫ કલાક મૂકી રાખો.

  2. 2

    ત્યારબાદ હાંડવો બનાવતી વખતે આ ત્યાર થયેલાં ખીરા માં આદું મરચાં ની પેસ્ટ જીણું સમારેલું લસણ ખમણેલી દૂધી પલાળેલી ચણા દાળ કોથમીર નાંખી હલાવી લો.

  3. 3

    ત્યારબાદ એક કડાઈ મા ૨ચમચી તેલ ગરમ કરવા મૂકો.તેલ થઈ જાય એટલે તેમાં હિંગ અને તલ નાખી આ તડકા ને ખીરા માં નાખી હલાવી લો.

  4. 4

    ત્યારબાદ એક નોનસ્ટિક કડાઈમાં ફરી તેલ મૂકી ગરમ થવા દો.તેલ થઈ જાય એટલે તેમાં સૂકા મરચા તલ અને હિંગ નાખી દો.પછી ત્યાર કરેલા ખીરા માં ઇનો નાખી આ ખીરું તેલ મા પાથરી દો.

  5. 5

    ત્યારબાદ તેને ઢાંકણ ઢાંકી ૨૦-૨૫ મિનિટ ધીમી આંચ પર થવા દો. એક સાઇડ થઈ જાય એટલે ધીમે થી ઉલટાવી દો. ત્યારબાદ થોડી વાર થવા દો.બંને બાજુ ગુલાબી બ્રાઉન થઈ જાય એટલે ઉતારી લો.

  6. 6

    ત્યાર છે મસ્ત હાંડવો આ હાંડવો ખાવામાં ખુબજ મસ્ત લાગે છે આ હાંડવા ને તેલ લસણ ની ચટણી ગ્રીન ચટણી કોઈ પણ સાથે ખવા થી ટેસ્ટ ખુબજ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર
જામનગર

ટિપ્પણીઓ

Similar Recipes