રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)

Ravina Kotak
Ravina Kotak @ravina303

રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
૩ થી ૪ વ્યકિત માટે
  1. ૧ કપ રવા નો લોટ
  2. ૧/૨ કપ દહીં
  3. ૧/૨ ટીસ્પૂન ઇનો
  4. ૧/૨ કપ પાણી
  5. ૧/૩ કપ ઝીણું સમારેલું ગાજર
  6. ૨ ટેબલ સ્પૂન મરચા સમારેલા
  7. ૧/૨ કપ ડુંગળી સમારેલી
  8. ૧/૪ કપ કેપ્સિકમ
  9. ૧ ટેબલસ્પૂન આદુ મરચા ની પેસ્ટ
  10. કોથમીર
  11. ૧ ટેબલ સ્પૂન ઓઇલ
  12. ૧ ટીસ્પૂન રાઈ
  13. મીઠું ટેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌ પ્રથમ રવા ને દહીં ને પલાળી દેવું ને પછી એને ૨૦ થી ૩૦ મિનિટ પલાળવા મૂકી રાખવું.

  2. 2

    ત્યાર બાદ તેમાં ડુંગળી, કેપ્સીકમ, મરચા,ગાજર ને મીઠું એડ કરવા હલાવવું ને પાણી ઉમેરી હલાવવું.

  3. 3

    ત્યાર બાદ એક પેન માં ઓઇલ લઈ તેને ગરમ કરી એમાં રાઈ, લીમડા ના પાન અને આદુ મરચા ની પેસ્ટ એડ કરવી એને ૨ મિનિટ કૂક થવા દહીં એને આ ખીરામાં એડ કરવું.

  4. 4

    ત્યાર બાદ એને મિક્સ કરી ઇનો એડ કરીશુ આપડું બેટર રેડી છે.

  5. 5

    ત્યાર બાદ એક અપ્પામ પ્લેટ લઈ એમાં ઓઇલ એડ કરી એમાં બેટર ઉમેરવું ત્યાર બાદ એને કૂક થવા દેવું ને પછી બીજું બાજુ ફેરવી ને કૂક થવા દેવું

  6. 6

    ત્યાર બાદ આપડા અપપ્પામ રેડી છે એને ટામેટા ની ચટણી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ravina Kotak
Ravina Kotak @ravina303
પર

Similar Recipes