કેસર બદામ દૂધ (kesar Badam Milk Recipe in Gujrati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

બદામ અને કેસર બંને જ બહુ ગુણકારી છે. આ દૂધ તમે હુંફાળું તેમજ એકદમ ઠંડુ કરીને પણ લ‌ઈ શકો છો.

કેસર બદામ દૂધ (kesar Badam Milk Recipe in Gujrati)

બદામ અને કેસર બંને જ બહુ ગુણકારી છે. આ દૂધ તમે હુંફાળું તેમજ એકદમ ઠંડુ કરીને પણ લ‌ઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧૦ થી ૧૨ બદામ (પાણીમાં પલાળી છાલ ઉતારી લો)
  2. 3 ચમચીસાકર (વધતી/ઓછી લ‌ઈ શકો)
  3. ૨૫૦ મિ.લી. દૂધ
  4. 8થી ૧૦ કેસર તાંતણા
  5. સજાવટ માટે
  6. બદામ કતરણ
  7. કેસર તાંતણા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મિક્સર જારમાં છોલેલી બદામ અને સાકરની પેસ્ટ બનાવી લો. જરુર પડે તો ૨ ચમચી દૂધ ઉમેરો.

  2. 2

    ગેસ પર તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો. ૨ ચમચી ગરમ દૂધ અલગ રાખી કેસર તાંતણા ઉમેરો ‌ એક ઊભરો આવે એટલે બદામની પેસ્ટ ઉમેરો બરાબર હલાવતા રહો. ૫ મિનિટ બાદ કેસરવાળુ દૂધ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    દૂધમાં ઊભરો આવે અને થોડું ઘાટ્ટુ થાય એટલે ગેસ પરથી ઉતારી લો અને ઠંડુ થવા દો.નોર્મલ ઠંડુ થાય એટલે ફ્રીઝમા મૂકો. એટલે વધારે ઘાટું થશે.

  4. 4

    ૨ થી ૩ કલાક બાદ ફ્રીઝમાંથી કાઢી સર્વીંગ ગ્લાસમાં કાઢી લો. ઉપર બદામની કતરણ અને કેસર તાંતણા ઉમેરી સર્વ કરો.

  5. 5

    આ દૂધ તમે હુંફાળું પણ લઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes