ડ્રાય મેથીના મુઠીયા (Dry Methi Muthiya Recipe in Gujarati)

Usha Bhatt
Usha Bhatt @cook_17479854

સૂકી મેથીના મુઠ્યાં મારા સાસુમા બનાવતા તે મારા હસબન્ડ ખુબજ ને ખુબજ ભાવતા જ્યારે પણ તેને તેના મોમ યાદ આવે ત્યારે તે તેની રેસીપી યાદ કરતા હોયછે આમ તો તે ઘણી એવી રેસીપી બનાવતા હોયછે પણ એક દીકરાને કે દીકરીને તેને તેની મોમના હાથનું કઈ પણ ભાવે જ તો આજે તેને યાદ કરીને તે મુઠ્યાં બનાવ્યા છે મારા સાસુમાં ઘઉં ની ખીચીના પાપડ પણ ખુબજ સરસ બનાવતા તે પણ તેને ખુબજ પસન્દ છે તો હું તે પણ બનાવું છું આમ પણ મને ને મારા સાસુમા ને ખુબજ બનતું તે પણ મારી મોમ જેવા જ હતા તે ને ક્યારેય પણ સાસુ જેવું વર્તન નથી કયું તો મને પણ તેની ખુબજ યાદ આવતી જ હોય મારા સાસુમા ખુબજ પ્રેમાળ ને નિખાલસ હતા ને હમેશા સાચી વ્યક્તિનો જ પક્ષ લેતા ચાલો સાસુમા વિશે ઘણું લખી નાખ્યું તો આજે મારા સાસુમાની રીતથી મુઠ્યાં બનાવ્યા છે તેની રીત જાણી લો

ડ્રાય મેથીના મુઠીયા (Dry Methi Muthiya Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

સૂકી મેથીના મુઠ્યાં મારા સાસુમા બનાવતા તે મારા હસબન્ડ ખુબજ ને ખુબજ ભાવતા જ્યારે પણ તેને તેના મોમ યાદ આવે ત્યારે તે તેની રેસીપી યાદ કરતા હોયછે આમ તો તે ઘણી એવી રેસીપી બનાવતા હોયછે પણ એક દીકરાને કે દીકરીને તેને તેની મોમના હાથનું કઈ પણ ભાવે જ તો આજે તેને યાદ કરીને તે મુઠ્યાં બનાવ્યા છે મારા સાસુમાં ઘઉં ની ખીચીના પાપડ પણ ખુબજ સરસ બનાવતા તે પણ તેને ખુબજ પસન્દ છે તો હું તે પણ બનાવું છું આમ પણ મને ને મારા સાસુમા ને ખુબજ બનતું તે પણ મારી મોમ જેવા જ હતા તે ને ક્યારેય પણ સાસુ જેવું વર્તન નથી કયું તો મને પણ તેની ખુબજ યાદ આવતી જ હોય મારા સાસુમા ખુબજ પ્રેમાળ ને નિખાલસ હતા ને હમેશા સાચી વ્યક્તિનો જ પક્ષ લેતા ચાલો સાસુમા વિશે ઘણું લખી નાખ્યું તો આજે મારા સાસુમાની રીતથી મુઠ્યાં બનાવ્યા છે તેની રીત જાણી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ઘઉં નો લોટ એક વાટકી
  1. 2 ચમચીચણા નો લોટ
  2. 1/2 વાટકીલિલી મેથીની ભાજી પણ સૂકી
  3. 1 ચમચીધાણા જીરું
  4. 1/2 ચમચીહરદર
  5. 1/2 ચમચીમરચું પાવડર
  6. ચપટીબેકિંગ સોડા
  7. 2 ચમચીતેલ મોંણ માટે
  8. 1 ચમચીરાય
  9. 5-6લીમડાના પાન
  10. 2ચમચા તેલ વઘાર માટે
  11. 1 ચમચીદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં નો લોટ ને ચણાનો લોટ એક વાસણ માં લઈને તેમાં બધાજ મશાલા કરવા હરદર ધાણાજીરું મરચું પાવડર સ્વાદ મુજબ તેલ નાખી મિક્સ કરવો જો લસણ ખાતા હોય તો લસણની પેસ્ટ ને આદુંમરચા ની પેસ્ટ પણ નાખવી અહીં મેં ના તો લસણની પેસ્ટ નાખી ના તો આદુંમરચા ની પેસ્ટ નાખી બસ પ્રોપર મરા સાસુમાં ની રીત થી જ બનાવ્યા છે ને લિલી મેથીની ભાજી ને સુકવણી કરી હોય તે નો જ ઉપયોગ કર્યો છે તે સૂકી મેથી નાખી ને મિક્સ કરી જરૂર મુજબ પાણી થી લોટ બાંધ્યો છે તેને થોડી વાર રેસ્ટ આપવો

  2. 2

    ત્યારબાદ ગેસ ઉપર એક કડાઈમાં પાણી લઈને તેને ગરમ થાયપછી તેમાં કાંઠો મૂકી ને ચારણી મૂકી તેમાં મુઠ્યાં વળી ને મુકવા હાથમાં નાનો લુવો લઈને મુઠ્ઠી વાળીને મુઠ્યાં વળવા

  3. 3

    આ રીતે બધાં જ મુઠ્યાં વાળીને તેને ઢાકન ઢાકીને સ્ટીમ થવા દેવા તે 10 મી. થઈ જશે તેને ચપ્પુથી ચેક કરવા જો તે સ્ટીમ થઈ ગયા હશે તો ચપ્પુ ક્લિન નીકળશે

  4. 4

    તેને થોડી વાર ઠરવા દેવા પછી તેને સમારી ને તૈયાર કરવા ત્યારબાદ ગેસ ઉપર એક કડાઈમાં જરૂર મુજબ તેલ લઈને ગરમ થાય

  5. 5

    પછી તેમાં મીઠા લીમડાના પાન નાખવા ને તલ પણ નાખવા તે ફૂટે પછી તેમાં ચપટી હિંગ નાખી મુઠ્યાં નાખી વઘરવા ઉપરથી ફરી મશાલા કરવા ચપટી હરદર મરચું પાવડર પીસેલી ખાંડ નાખી ને ચમચાથી ફેરવવા તેને થોડા ક્રિષ્પી થવા દેવા તે થોડા બ્રાઉન થાય પછી તેને એક ડીશમાં ગરમ ચાય સાથે સર્વ કરવા તો તૈયાર છે સૂકી મેથી (કસૂરી) મેથીના મુઠ્યાં

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Usha Bhatt
Usha Bhatt @cook_17479854
પર

Similar Recipes