દૂધી નો હાંડવો

Chhaya Panchal
Chhaya Panchal @Chhayab_86

#goldenapron2
#week1
#Gujarat

https://cookpad.wasmer.app/in-gu/recipes/10822798

હાંડવો =
ગુજરાતી ફરસાણ
હાંડવો એ મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા આંચ પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે. આ ખીરા માં થી હાંડવો અને ઢોકળા બન્ને બનાવી શકાય છે થોડો ફેરફાર કરી ને. હાંડવામાં ઘણી વખત દૂધી સાથે અન્ય શાકભાજીઓ પણ ઉમેરવામાં આવે છે.આ એક ટ્રેડીશનલ ગુજરાતી વાનગી છે.
તો ચાલો મિત્રો આજે આપણે આ ગુજરાતની ટ્રેડિશનલ અને ટેસ્ટી રેસીપી બનાવીએ.

દૂધી નો હાંડવો

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#goldenapron2
#week1
#Gujarat

https://cookpad.wasmer.app/in-gu/recipes/10822798

હાંડવો =
ગુજરાતી ફરસાણ
હાંડવો એ મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા આંચ પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે. આ ખીરા માં થી હાંડવો અને ઢોકળા બન્ને બનાવી શકાય છે થોડો ફેરફાર કરી ને. હાંડવામાં ઘણી વખત દૂધી સાથે અન્ય શાકભાજીઓ પણ ઉમેરવામાં આવે છે.આ એક ટ્રેડીશનલ ગુજરાતી વાનગી છે.
તો ચાલો મિત્રો આજે આપણે આ ગુજરાતની ટ્રેડિશનલ અને ટેસ્ટી રેસીપી બનાવીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. હાંડવા ના મિશ્રણ માટે=
  2. ચણા દાળ, અડદ દાળ અને ચોખાનો લોટ -2 વાટકી
  3. 4-5 ચમચીદહીં,
  4. 2 કપપાણી,
  5. મસાલા માટે :-
  6. દૂધી - 1/2 નંગ ખમણેલી,
  7. લસણ - 6 થી 7 કડી,
  8. લીલાં મરચાં - 4 થી 5 નંગ,
  9. કોથમીર - 1 વાટકી બારીક સમારેલી,
  10. લવિંગ, તજ, તલ, વરિયાળી, અજમો -થોડા પ્રમાણ માં
  11. હળદર - 1ચમચી,
  12. આદુ - 1/2 નંગ ખમણેલું,
  13. ખાવા નો સોડા - 1/2 ચમચી,
  14. મીઠું - સ્વાદ મુજબ
  15. 1/2 ચમચીખાંડ -
  16. વઘાર માટે: -
  17. રાઈ - 1/2 નાની ચમચી,
  18. લીમડો
  19. તલ,
  20. સૂકા લાલ મરચા,
  21. હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલી માં ત્રણેય લોટ નું મીકસર લો. આ લોટ રેડી પણ મળે છે. હવે તેમાં દહીં એડ કરો. અને સાથે પાણી નાખી ને સરખી રીતે મિક્સ કરી દો. સાથે જ હળદર પણ ઉમેરી દો જેથી આથો આવવા ની સાથે તેનો કલર પણ સરસ પકડાઈ જાય..તેને 4 થી 5 કલાક માટે તડકે અથવા ગરમ જગ્યા એ ઢાંકી ને મૂકી દો. આથો આવ્યા પછી તેનો કલર સરસ યેલ્લો થઈ જશે.

  2. 2

    આથો આવી ગયા પછી હવે આપડે તેનો મસાલો કરીશું.. હવે તેમાં ખમણેલી દૂધી, ક્રશ કરેલા લીલા મરચાં, આદુ, અને લસણ ઉમેરીશું. સાથે જ તેમાં મસાલા પણ એડ કરીશું લાલ મરચું, મીઠું, ધાણાજીરું, ખાંડ, કોથમીર વગેરે અને બરાબર મિક્સ કરીશું..

  3. 3

    મસાલો થયા પછી હવે તેમાં વઘાર કરીશું..આપડે આમાં 2 વખત વઘાર કરીશું. આ વઘાર ડાયરેક્ટ ખીરા માં જ એડ કરવામાં આવશે..તો થોડું તેલ લઇ ને આ વઘાર કરી ને ડાયરેક્ટ ખીરા માં નાખી ને મિક્સ કરી લઈશું. અને સાથે સોડા પણ એડ કરી લઈશું. તો હવે આપડું બેટર રેડી છે.હવે આપડે હાંડવો બનાવીશું.

  4. 4

    આપડે હાંડવો કડાઈ માં બનાવીશું. તો પહેલા કડાઈ માં થોડું તેલ નાખી ગરમ થાય એટલે થોડી રાઈ, જીરું અને તલ નાખી ને ખીરું એડ કરી દઈશું અને તેને સરસ પથરી દઈશું... પછી તેને ઢાંકણ ઢાંકી ને મીડિયમ તાપે ચડવા દઈશું. થોડી વાર પછી સાચવી ને પલટાવી દઈશું અને તેને પણ ચડવા દઈશું.

  5. 5

    થોડો ક્રિસ્પી થાય પછી તેને ઉતારી ને પ્લેટ માં કાઢી લઈ કટ કરી ને મન ગમતી ચટણી કે સૌસ સાથે સર્વ કરીશું. મેં હાંડવા ને લસણ ની ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યો છે. આશા રાખું છું કે આપ સૌ ને મારી આ વાનગી પસંદ આવી હસે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya Panchal
Chhaya Panchal @Chhayab_86
પર

ટિપ્પણીઓ

Similar Recipes