રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યકિત
  1. પૂરી માટે:
  2. 1બાઉલ મેંદો
  3. 1બાઉલ ઘઉંનો લોટ
  4. 1 કપદહીં
  5. મીઠું સ્વાદાનુંસાર
  6. પાણી જરૂર મુજબ
  7. તેલ મોણ માટે અને તળવા માટે
  8. છોલે માટે:
  9. 1 કપછોલેના ચણા
  10. 3 નંગડુંગળી
  11. 3 નંગટમેટાં
  12. 1 નંગબાફેલું બટેટું
  13. 1/2 કપતેલ
  14. 1 નંગતમાલપત્ર
  15. 2 નંગસૂકાં લાલ મરચાં
  16. 1/4 ચમચીહીંગ
  17. 1 ચમચીમરચું પાઉડર
  18. 2 ચમચીધાણાજીરું
  19. 1/2 ચમચીહળદર
  20. 1 ચમચીછોલે મસાલા
  21. મીઠું સ્વાદાનુંસાર
  22. 1 નંગજીણી સમારેલી ડુંગળી
  23. 1 નંગઆદૂ
  24. 3 નંગલીલા મરચાં
  25. 7-8કળી લસણ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ચણાને 8-9 કલાક પલાળી બાફી લો સાથે 1 બટેટું પણ બાફી લો. આદૂ અને મરચાના ટૂકડા કરી, લસણની કળી નાખી મિક્ષર જારમાં ક્રશ કરી પેસ્ટ બનાવી લો.

  2. 2

    એક લોયામાં તેલ નાખો. ગરમ થાય એટલે સૂકું મરચું, તમાલપત્ર, હીંગ, સમારેલી ડુંગળી નાખો. પછી આદૂ, મરચાંની પેસ્ટ અને ડુંગળીની ગ્રેવી નાખો. તેલ છૂટું પડે એટલે ટમેટાંની ગ્રેવી નાખો.

  3. 3

    ત્યાર બાદ તેમાં બધા મસાલા અને મીઠું નાખો. પછી ચણા અને બટેટા સમારીને નાખો. બધુ મિક્સ કરી 5 મિનિટ સુધી થવા દો. તો તૈયાર છે છોલે.

  4. 4

    પૂરી માટે ઘઉંનો લોટ આને મેંદો મિક્સ કરી તેલ, દહીં અને મીઠું તેમજ પાણી નાખી કઠણ કણક તૈયાર કરો.

  5. 5

    કણકને 30 મિનીટ સુધી ઢાંકીને રાખો, પછી તેના લૂવા કરી, વણી લેવી અને તેલમાં ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તળી લેવી.

  6. 6

    તો તૈયાર છે છોલે પૂરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes