વેનીલા ફ્રુટ કેક (Vanilla fruit cake recipe In Gujarati)

Mital N Purohit
Mital N Purohit @cook_22088461
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સો ગ્રામ મેંદો
  2. ૮૦ ગ્રામ ખાંડ
  3. 40 ગ્રામઘી
  4. 20 ગ્રામમિલ્ક પાવડર
  5. ૧.૫ ગ્રામ બેકિંગ પાવડર
  6. 10 ગ્રામકસ્ટર્ડ પાવડર
  7. 3-4ટીપા વેનીલા એસેન્સ
  8. પાંચથી છ ચમચી પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેક બનાવવા માટે સામગ્રી તૈયાર કરી સૌથી પહેલા કેક ટીન માં બરાબર ઘી લગાવી તેની ઉપર થોડો મેંદો છાંટી કેક ટીન સાઈડમાં રાખી દો

  2. 2

    ત્યારબાદ મેંદામાં મિલ્ક પાવડર બેકિંગ પાવડર અને કસ્ટર્ડ પાવડર ઉમેરીને ચાળો પછી ઘી અને દળેલી ખાંડ ને નરમ થાય ત્યાં સુધી ફીણો

  3. 3

    ઘી અને ખાંડ ફીણ આઈ ગયા બાદ તેમાં થોડો મેંદો અને થોડું પાણી એમ વારાફરતી ઉમેરતા જવું અને થોડું ડ્રાયફ્રુટ પણ અંદર ઉમેરો બધું મિક્સ થઈ ગયા પછી આ મિશ્રણ કેક ટીનમાં ઉમેરો તેની ઉપર ડ્રાયફ્રુટ અને ટુટીફુટી મૂકો

  4. 4

    જો ઓવન ન હોય તોપણ તપેલામાં આસાનીથી કેક બનશે તપેલામાં તળિયા માં થોડી રેતી નાખી પેલા તેને ફાસ ગેસ રાખી ગરમ કરી લેવું પછી ગેસ ધીમો કરી દેવો પછી તેમાં કાંઠો રાખી cake tin મૂકી શકાય આ રીતે મૂકીને પછી તપેલા ઉપર છીબુ ઢાંકી દેવું તેને મીડીયમ આંચ પર 30થી ૪૦ મિનીટ થવા દો પછી તેને ચાકુ થી ચેક કરી લેવું જો બરાબર થઈ ગઈ હોય તો કેક teen બહાર કાઢી લો

  5. 5

    ટીન બહાર કાઢી થોડીવાર ઠંડુ થવા દો પછી કેક teen માંથી પ્લેટમાં કાઢી લો તો આ છે મારી મોમ માટે સ્પેશિયલ કેક તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mital N Purohit
Mital N Purohit @cook_22088461
પર

Similar Recipes