મલાઈ સેસમે સ્ક્વેર (cream sesame squares Recipe In Gujarati)

Naina Bhojak
Naina Bhojak @cook_22092064

આ રોટી મેદા માંથી પણ બની શકે છે પરંતુ મેં અહીં 3 લોટ ભેગા કરી ને બનાવી છે..
મેંદો/ઘઉં નો ઝીણો લોટ / ભાખરી નો લોટ.જેનાથી રોટી ક્રિસ્પી બને છે.
તો જોઈએ એની રીત.

મલાઈ સેસમે સ્ક્વેર (cream sesame squares Recipe In Gujarati)

આ રોટી મેદા માંથી પણ બની શકે છે પરંતુ મેં અહીં 3 લોટ ભેગા કરી ને બનાવી છે..
મેંદો/ઘઉં નો ઝીણો લોટ / ભાખરી નો લોટ.જેનાથી રોટી ક્રિસ્પી બને છે.
તો જોઈએ એની રીત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 1/2 કપમેંદો
  2. 1/2 કપઝીણો લોટ
  3. 1/2 કપભાખરી નો લોટ જે સ્પેશિયલ ભાખરી માટે દળવા માં આવે છે એ
  4. મીઠું સ્વાદપ્રમાણે
  5. 1 કપઘર ની મલાઈ
  6. 2 ચમચીઘી
  7. 2 ચમચીતેલ
  8. 1 ચમચીસફેદ તલ
  9. પાણી હુંફાળું જરુંર મુજબ લોટ બાંધવા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ત્રણેય લોટ ચાલી ને ભેગા કરીશું.

  2. 2

    એમ મીઠું ઉમેરીને મલાઈ તથા તેલ અને તલ નાખી બધું મિક્સ કરીશું.

  3. 3

    ત્યારબાદ હુંફાળા પાણી થઈ પરોઠા નો લોટ બાધીશું

  4. 4

    લોટ ને 5 મિનિટ રેસ્ટ આપીને પછી લોટ નો લુઓ લઇ ગોળ રોટલી વણીશું

  5. 5

    મોટી રોટલી વણવી પછી ચારે બાજુ કાપી લેવી..

  6. 6

    પછી ચારે બાજુ અંદર થઈ ફોલ્ડ કરી લેવી ઉપર છપ્પા થઈ ઇમ્પ્રેશન આપવી

  7. 7

    એના પર તલ સ્પ્રેડ કરી ફરી વેલણ ફેરવી લેવું જેથી તલ ચોંટી જાય.

  8. 8

    મીડીયમ તાપ પાર ઘી મૂકી ને બેય બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવી.

  9. 9

    કોઈ પણ સબ્જી સાથે આ રોટલી નો સ્વાદ માણો.

  10. 10

    આ રોટલી નો લોટ ભાખરી કરતા થોડો ઢીલો અને પરાઠા કરતા કઠણ બાંધવો જેથી ક્રિસ્પી થાય.

  11. 11

    આ રોટી ચાય સાથે પણ ખૂબ સરસ લાગે છે.

  12. 12

    તો રેડી છે મલાઈ સેસમે સ્વેર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Naina Bhojak
Naina Bhojak @cook_22092064
પર
cooking is my passion I'm owner at my 5 cooking gp in fb moms kitchen cooking class in Anjar..
વધુ વાંચો

Similar Recipes