રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક અને તુવેર દાળ ને એક એક સીટી વગાડી અલગ અલગ બાફી લો તુવેરદાળ બહુ ન બફાઈ જાય તેનું ધ્યાન રાખવું
- 2
પછી એક તવલામાં તેલ ગરમ કરવા મુકો વઘાર માટે ત્યારબાદ લસણ અને ડુંગળી ચોપ કરી લેવા મેં અહીં લસણ ખમણીને નાખ્યું છે
- 3
તેલ આવી જાય એટલે તેમાં હીંગનો વઘાર કરવો ડુંગળી અને લસણ ચોપ કરેલા તેમાં નાખી દેવા અને ડુંગળી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો
- 4
ડુંગળી બ્રાઉન રંગની થઈ જાય એટલે તેમા બાફેલી પાલક અને તુવેર દાળ ઉમેરો અને પછી તેમાં બધો મસાલો માપ પ્રમાણે નાખી દો
- 5
બધુ સરખી રીતે હલાવી અને પછી પૂરણને થોડીવાર રાખી દો
- 6
ત્યારબાદ એક કથરોટમાં માપ પ્રમાણે મેંદાનો અને ઘઉંનો લોટ લો અને તેમાં મોણ મીઠું અને જીરું નાખી હલાવી નાખો અને પછી પાણીથી ધીમે ધીમે લોટ બાંધો લોટ બહુ કઠાણ કે બહુ ઢીલો નહી બાંધવાનો
- 7
15 મિનિટ સુધી લોટ ને રેસ્ટ આપો પછી રોટલી ના લુવા જેવા લૂઆ પાડો અને રોટલી ની જેમ ગોળ વણો
- 8
વણેલા ભાગમાં અડધી બાજુમાં પુરણ પાથરી દો અને વધેલા ભાગને ઉપર ઢાંકી દો અને કાંટા ચમચી કે સાદી ચમચીની મદદથી કિનારી ને પેક કરી દો
- 9
ત્યારબાદ લોઢી માં તેલ મૂકી અને પરોઠાને બંને બાજુ સરખી રીતે શેકી લો તો આ રીતે તૈયાર છે હેલ્દી પાલક અને તુવેરદાળના સ્ટફ્ડ પરોઠા આ પરોઠાને વધુ હેલ્ધી બનાવવા માટે તમે આમાં મેંદાના લોટની બદલે પૂરો ઘઉંનો લોટ પણ વાપરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાઠીયાવાડી સેવ ટમેટાનું શાક અને પરોઠા
#ડિનર #સ્ટાર માટે એકદમ જ સરળતા થી બની જતું સેવ ટમેટાનું શાક અને પરોઠા. Mita Mer -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)