વોટરમેલોન ટેંગી જયુસ (Watermelon tangy juice recipe in Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#goldenapron3
#week૫

ફ્રેન્ડસ, ઉનાળા ની કાળઝાળ ગરમી માં ઠંડક મળે એ માટે વિવિધ આઈસ્ક્રીમ, જ્યુસ , કેન્ડી , ઠંડક પ્રદાન કરે એવા ફ્રુટસ નો ઉપયોગ વઘી જાય છે. જેમાં મેં અહીં વોટરમેલોન કે જે ઉનાળા માં મળતું સીઝનેબલ ફ્રુટ છે તેનું ખાટું મીઠું સરબત બનાવ્યું છે. ફુદીના ના પાન સાથે ખુબ જ ટેસ્ટી લાગે એવું સરબત ફટાફટ બની જશે. તો રેસિપી નીચે મુજબ છે 😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ સમારેલું તરબુચ
  2. ૧૫ થી ૨૦ તરબુચ ના ઝીણા સમારેલા પીસ
  3. ૩ ચમચીખાંડ
  4. ૧/૨ ચમચીસંચળ પાવડર
  5. ૧/૨ ચમચીજીરું પાવડર(ઓપ્શનલ)
  6. ૧ ચમચીચાટ મસાલો
  7. ૧ ચમચીમરી પાવડર
  8. ૧ ચમચીલીંબુનો રસ
  9. ફુદીના ના પાન સર્વ કરવા માટે
  10. આઈસ કયુબ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મિકસી જાર માં તરબુચ ના મોટા પીસ, ખાંડ અને આઈસ કયુબ્સ એડ કરી ચર્ન કરી લેવું.

  2. 2

    ત્યારબાદ મોટી ગરણી માં ગાળી લેવું અને તેમાં સંચળ પાવડર, જીરું, મરી પાવડર ચાટ મસાલો,લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લેવું.

  3. 3

    સર્વિગ ગ્લાસ માં આઈસ કયુબ્સ અને તરબુચ ના ઝીણા પીસીસ એડ કરી તરબુચ નો જ્યુસ એડ કરી ઉપરથી મરી પાવડર, ફુદીના ના પાન, લીંબુ ની સ્લાઈસ થી ગાર્નિશ કરીને એકદમ ચીલ્ડ સરબત સર્વ કરો.👌😍

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes