ખીચિયા પાપડ

sheth pinal b balavant rai
sheth pinal b balavant rai @cook_23074168

ખીચિયા પાપડ

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામચોખા નો લોટ
  2. 4-5 ગ્લાસપાણી
  3. નિમક સ્વાદાનુસાર
  4. 2 ચમચીખારો (સોડા)
  5. 50 ગ્રામતીખા મરચાં
  6. 100 ગ્રામઆદું
  7. 100 ગ્રામલીલાં ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાણી ને મોટા વાસણ (તપેલું) માં ઉકળવા મૂકી દેશું.તેમાં ખારો અને નિમક નાખી દેવાનું.

  2. 2

    પાણી ઉકળે ત્યાં સુધી માં લીલાં ધાણા,આદું અને મરચાં ને ક્રશ કરી નાખશું.

  3. 3

    હવે મરચાં આદુ ધાણા ની પેસ્ટ બની ગઈ છે. પાણી પણ ઉકળી ગયું છે તો હવે તેમાં ચોખા નો લોટ થોડો થોડો ઉમેરી દેશું.

  4. 4

    ત્યારબાદ તેમાં લીલા ધાણા,આદુ અને મરચાં ની બનાવેલી પેસ્ટ નાખી એકદમ મિક્સ કરી દેશું.ખીચું તૈયાર થઈ ગયું છે.

  5. 5

    હવે નાના નાના લુઆ કરી પૂરી ના મશીન ની મદદ થી આ રીતે દબાવી દેશું. તો આ રીતે બધી પૂરી કોઈ સાળી માં સૂકવી દેવી. હવે ફોટો માં જોઈ શકાય છે કે બધી પૂરી સુકાય ગઈ છે.હવે તેને તળી ને 1 ડબ્બો ભરી શકાય. અને જમવા ટાઈમે પીરસી શકીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sheth pinal b balavant rai
પર

Similar Recipes