મિક્સ વેજીટેબલ ખીચડી

Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
Surat

#આલુ રેસિપી કોન્ટેસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વાટકો ચોખા
  2. ૧/૨ વાટકીતુવેરની દાળ
  3. મીડિયમ સાઈઝ નું બટેટા નાં ટુકડા
  4. નાનું ગાજર નાં ટુકડા
  5. ૧ ચમચીલીલાં વટાણા
  6. મીડિયમ સાઈઝ ની દૂધી નાં ટુકડા
  7. સુક્વેલું લાલ મરચું
  8. તમાલપત્ર
  9. કળી લસણ વાટેલું
  10. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  11. ટામેટું સમારેલું
  12. ૧/૨ ચમચીરાઈ વઘાર માટે
  13. ૧/૨ ચમચીહળદર પાઉડર
  14. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  15. ૧ ચમચીગરમ મસાલો
  16. મીઠું સ્વાદાનુસાર
  17. ચમચા ઘી / તેલ વઘાર માટે
  18. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ ને ચોખા ને ૧ કલાક માટે પલાળી રાખો. બધાં શાકભાજી સરખાં ધોઈ ને સમારી લો,ટામેટા પણ સમારી લો.બધી સામગ્રી ભેગી કરી લો

  2. 2

    કુકર માં તેલ ઘી મિક્સ કરી ને વઘાર માટે મૂકો. તેમાં તમાલપત્ર, રાઈ, વાટેલું લસણ, આદું મરચાં ની પેસ્ટ,હિંગ નાખી ને સાંતળો.હવે તેમાં બધા શાકભાજી ૭ મિનીટ માટે ફ્રાય કરો.

  3. 3

    હવે તેમાં સમારેલા ટામેટાં અને હળદર પાઉડર, મીઠું સ્વાદાનુસાર નાખી ને ફ્રાય કરો.

  4. 4

    હવે તેમાં પલાળેલા ચોખા ને દાળ નાખી ને ૨ મિનીટ સાંતળો અને ૨ ગ્લાસ જેટલું પાણી ને ગરમ મસાલો નાખી ને ઉકળે એટલે કુકર નું ઢાંકણ બંધ કરીદો.

  5. 5

    ૪ સીટી વગાડો ને કુકર ઠંડુ પડે એટલે ખીચડી દહીં સાથે સર્વ કરો.તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મિક્સ વેજીટેબલ ખીચડી 😋😊👌

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
પર
Surat
cooking is my non other than favorite topic and I also foody
વધુ વાંચો

Similar Recipes