રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

રગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્ટ્રીટ ફૂડ નાસ્તાની લોકપ્રિય ચટાકેદાર રેસીપી છે ,જે દરેક વયના લોકો માણી શકે છે. સ્વાદિષ્ટ રગડાને પેટીસ સાથે અને પાંઉ રગડા તરીકે પણ માણી શકાય છે.ઉપરાંત આ પેટીસને લાલ લીલી ચટણી સાથે ટી ટાઈમ સ્નેકસ તરીકે પણ ઉપ્યોગ કરી શકાય છે અને પેટીસ ને પાંઉમાં મૂકી ચટાકેદાર ચટણીઓ ઉમેરીને વડાપાઉં જેવો પણ સ્વાદ માણી શકાય છે.આમ એક રગડાની રેસિપીમાંથી અનેક રૂપે વાનગીઓનો સ્વાદ માણી શકાતો હોવાથી આ રગડા પેટીસ ની ડીશ મારી મનપસંદ ડીશમાં સ્થાન ધરાવે છે.
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧૫૦ ગ્રામ સફેદ વટાણા
  2. પેકેટ પાંઉ
  3. પ થી ૬ નંગ બાફેલા બટાકા
  4. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ૨ ચમચીલસણની પેસ્ટ
  6. ૩ ચમચીકોર્નફ્લોર
  7. ૧ વાટકીઝીણી સમારેલી કોથમીર
  8. 1 ચમચીકિચન કિંગ મસાલો
  9. 1 ચમચીધાણાજીરું
  10. ૧/૨ ચમચીહળદર
  11. સ્વાદ અનુસારમીઠું
  12. 2 નંગતમાલપત્ર
  13. 1 ચમચીરાઈ
  14. ૧/૨ ચમચીહિંગ
  15. ચમચા તેલ
  16. સર્વિંગ માટે : લાલ લીલી મીઠી ચટણી
  17. 1 વાટકીમસાલા શીંગ
  18. 1 વાટકીનાયલોન સેવ
  19. ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ સફેદ વટાણાને સાફ કરી 7 થી 8 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ પ્રેશર કુકરમાં થોડું મીઠું ઉમેરી ચાર થી પાંચ વ્હીસલ વગાડી બાફી લો.

  2. 2

    હવે પેટીસ બનાવવા માટે બટેટાના માવા માં આદુ-મરચા-લસણની પેસ્ટ ઝીણી સમારેલી કોથમીર હળદર ધાણાજીરૂ સ્વાદ અનુસાર મીઠુંઉમેરી બરાબર મિક્સ કરીને પેટીસ તૈયાર કરી લો.કોર્નફ્લોરમાં થોડું પાણી ઉમેરી સ્લરી તૈયાર કરી પેટીસ ને સ્લરીમાં ડીપ કરી તળી લો અગર શેલો ફ્રાય પસંદ હોય તો તે પણ કરી શકાય.

  3. 3

    હવે એક કડાઈમાં બે ચમચા તેલ ગરમ કરી તેમાં રાઈ હિંગ આદુ મરચાં, લસણની પેસ્ટ બે તમાલપત્ર હળદર મરચું ધાણાજીરું ઉમેરી બાફીને તૈયાર કરેલા વટાણા ઉમેરો જરૂરિયાત મુજબ થોડું પાણી સ્વાદ કિચન કિંગ મસાલો મીઠું ગળાશ પસંદ હોય તો થોડો ગોળ નાખીને રગડા ને સાતથી આઠ મિનિટ ઉકળવા દો.

  4. 4

    હવે સર્વિંગ પ્લેટમાં બે થી ત્રણ ચમચા રગડો લઈ તેમાં વચ્ચે પેટીસ મૂકી ઉપરથી લાલ લીલી મીઠી ચટણી મસાલા શીંગ સેવ અને કોથમીરથી સજાવીને પાંઉ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Similar Recipes