દાળવડા (Dal Vada Recipe In Gujarati)

Nayna Nayak
Nayna Nayak @nayna_1372
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૨ વાડકીમગની ફોતરાવાળી દાળ
  2. ૮ નંગલીલા મરચા
  3. ૧ ટુકડોઆદુ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મગ ની દાળ ને ૪ થી ૫ કલાક પલાળો. પછી તેને બરોબર ધોઇ લો. ત્યારબાદ મિક્સર જારમાં મગની દાળ, આદુ-મરચાં નાખીને તેને પીસીને ખીરું તૈયાર કરો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.

  2. 2

    ત્યારબાદ ખીરામાં મીઠું ઉમેરીને બરાબર ફેંટી લો. તેલ આવે એટલે દાળવડા ને કાચા પાકા તળી ઉતારી લો. ત્યારબાદ ફરીથી તેને તેલમાં બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો. આપણા દાળવડા તૈયાર છે તેને એક ડીશમાં લઈ મરચાં, કેચપ અને ડુંગળી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayna Nayak
Nayna Nayak @nayna_1372
પર

Similar Recipes