કાળા જામુન (Kala Jamun Recipe In Gujarati)

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01

#week3
#EB
#cookpad
#cookpadindia
#cookpadguj
#dessert

કાળા ગુલાબ જામુન સૌથી વધારે સ્વાદિષ્ટ અને પ્રખ્યાત મીઠાઇઓ માંથી એક છે. તહેવાર હોય કે જન્મદિવસ ની પાર્ટી .. આ મીઠાઈ મોટેભાગે બનતી હોય છે .આ મીઠાઈ પનીર અને માવા થી બને છે.આ જામુન અંદરથી રસીલા અને ડ્રાયફ્રૂટ થી ભરેલા હોય છે તેની બહારની પરત થોડી dark કલર ની હોય છે અને ચાસણી માં ગુલાબજળ નાખવાથી આ મસ્ત સુગંધિત બને છે.મુગલ ના સમય થી આ મીઠાઈ બનતી આવી છે.

કાળા જામુન (Kala Jamun Recipe In Gujarati)

#week3
#EB
#cookpad
#cookpadindia
#cookpadguj
#dessert

કાળા ગુલાબ જામુન સૌથી વધારે સ્વાદિષ્ટ અને પ્રખ્યાત મીઠાઇઓ માંથી એક છે. તહેવાર હોય કે જન્મદિવસ ની પાર્ટી .. આ મીઠાઈ મોટેભાગે બનતી હોય છે .આ મીઠાઈ પનીર અને માવા થી બને છે.આ જામુન અંદરથી રસીલા અને ડ્રાયફ્રૂટ થી ભરેલા હોય છે તેની બહારની પરત થોડી dark કલર ની હોય છે અને ચાસણી માં ગુલાબજળ નાખવાથી આ મસ્ત સુગંધિત બને છે.મુગલ ના સમય થી આ મીઠાઈ બનતી આવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૯ નંગ
  1. જામુન બનાવવા માટે
  2. ૧૫૦ ગ્રામ ફ્રેશ ઘરે બનાવેલું માવા(દૂઘ થી બનાવેલ માવા)
  3. ૬૦ ગ્રામ પનીર ઘરે બનાવેલું
  4. ૨ tbspમેંદો
  5. ૨ tspરવા
  6. ૧/૨ tspબેકિંગ સોડા
  7. સ્ટફિંગ માટે
  8. મોતિચુર લડડું ની બૂંદી (optional)
  9. ફૂડ કલર પીળો , રેડ
  10. બારીક સમારેલા કાજુ,કીસમીસ,ઈલાયચી પાઉડર
  11. ચાસણી બનાવવા
  12. ૨૦૦ ગ્રામ ખાંડ
  13. ખાંડ ડૂબે એના થી થોડું વધારે પાણી
  14. ૧ tspઈલાયચી પાઉડર
  15. થોડાટીપા સફેદ ગુલાબ એસેન્સ
  16. ૧ tspલીંબુ નો રસ
  17. તળવા માટે
  18. ૨૦૦ મીલી ઘી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં પનીર લેવું. હાથ થી બરાબર મસળી તેમાં માવો, મેંદો, રવા, બેકિંગ સોડા નાખી બરાબર મસળી ને ૨૦ મિનિટ ઢાંકી ને બાજુ પર મૂકવું.

  2. 2
  3. 3

    હવે તેમાંથી થોડું મિક્સર બીજા બાઉલ માં લઈ તેમાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરી પીળો/રેડ ફૂડ કલર એડ કરી બરાબર મસળી ને બોલ બનાવી લેવા

  4. 4

    અને બીજા મિક્સર માં પીળો/રેડ કલર એડ કરી ૧ ચમચી જેવું દૂઘ એડ કરી ને બરાબર મિક્ષ કરવું

  5. 5

    હવે આ મિકસર ની પૂરી જેવું હાથ થી બનાવી અંદર સ્ટફિંગ વાળા બોલ મૂકી ને ગોળા વાળવા.
    સ્ટફિંગ માં મોતિચૂર લાડુ ની બૂંદી પણ બહુ સરસ લાગે છે.

  6. 6

    હવે તેને ધીમા તાપે ઘી માં તળી લેવા. એને ગોળ ગોળ હલાવતા જ રેહવું જેથી બધી બાજુ થી એકસરખા તરાય.

  7. 7

    હવે toothpick થી એક બે કણા પાડી ચાસણી માં નાખી દેવા.ચાસણી અને જામુન બંને હુફાળા હોવા જોઈએ તો સરસ ફૂલી જશે. અને જો ચાસણી ગરમ હસે તો ઉપર થી કાળા જામુન ની પોપડી નીકળશે.તો એ વાત નું ધ્યાન રાખવું.

  8. 8

    ૨ કલાક ચાસણી માં રાખી પછી સર્વ કરવા.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર

Similar Recipes