શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપપનીર
  2. 1 કપમેંગો પલ્પ
  3. 1/2 કપદુધ
  4. 1/2 કપપાણી
  5. 1/4 કપખાંડ
  6. 2 ચમચીમિલ્ક પાઉડર
  7. 1 ચમચીઘી
  8. 5પિસ્તાની કતરણ ગાર્નિશ કરવાં માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક પેનમાં પનીરમાં દુધ અને પાણી ઉમેરી મિક્સ કરી ગરમ કરવાં મુકો

  2. 2

    કેરી ના ટૂકડા કરી મિક્સર જાર મા ક્રશ કરી લો અને ચાળણીમા ચાળી લો જેથી રેસા ના રહે.આ રીતે 1 કપ કેરી નો પલ્પ તૈયાર કરો.

  3. 3

    હવે પનીર નુ મિશ્રણ ઉકળે પછી કેરીનો પલ્પ ઉમેરી મિક્સ કરી ધીમાં ગેસ પર થવાં દો.મિશ્રણ થોડું ઘટ્ટ થાય પછી ખાંડ ઉમેરો.હવે ગેસ ફાસ્ટ કરી સતત હલાવતા રહો.ખાંડનુ પાણી બળી જાય પછી મિલ્ક પાઉડર ઉમેરી મિક્સ કરો.

  4. 4

    આ રીતે મિશ્રણ એકદમ ઘટ્ટ થાય પછી ½ ચમચી ઘી ઉમેરી મિક્સ કરી લો.મિશ્રણ પેનની સાઈડ છોડે પછી ગેસ બંધ કરી મિશ્રણ ઠંડુ થવાં દો.

  5. 5

    મિશ્રણ ઠંડુ થાય પછી થોડું હાથથી મસળી લો.હવે નાનાં નાના લાડુ બનાવી લો. ઉપરથી પિસ્તાની કતરણ થી ગાર્નિશ કરો

  6. 6

    તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ મેંગો લાડુ.

  7. 7

    બાળકોને કઈક નવું વધુ ગમે છે એટલે નાના લાડુ બનાવ્યાં છે

  8. 8

    પહેલીવાર બનાવવાની મહેનત સફળ થઈ અને બાળકોને પણ ખુબ ગમ્યા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

Similar Recipes