બેબી કોર્ન સ્પ્રિંગ રોલ(baby corn spring roll in Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717

#વિક્મીલ3
#ફ્રાઇડ
#માઇઇબુક
#પોસ્ટ 19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
6 સર્વિંગ્સ
  1. મેરીનેશન માટે
  2. 6બેબી કોર્ન
  3. 2 ચમચીતેલ
  4. 1 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીધાણાજીરું
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. સ્ટફિન્ગ માટે
  8. 2 ચમચીતેલ
  9. 1કાંદો સ્લાઈસ કરેલ
  10. 1/2ગાજર સ્લાઈસ કરેલું
  11. 3-4 ચમચીકોબીજ
  12. 3-4 ચમચીપર્પલ કોબીજ
  13. 1/2કેપ્સીકમ સ્લાઈસ કરેલું
  14. 1 ચમચીલસણ ની પેસ્ટ
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. 1/2 ચમચીમરી પાઉડર
  17. 1/2ચીલી ફ્લેક્સ
  18. 1/2 ચમચીઓરેગાનો
  19. લોટ માટે
  20. 2 કપમેંદો
  21. મીઠું સ્વાદ પ્રમાણે
  22. તેલ મોણ માટે
  23. હુફાણુ ગરમ પાની

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    બેબી કોર્ન ને વરાળે બાફી લો.

  2. 2

    એક બાઉલ માં તેલ,મીઠું, લાલ મરચું, ધાણાજીરું એડ કરી મિક્સ કરો.હવે તેમાં બેબી કોર્ન એડ કરી 20 મિનીટ માટે મેરીનેટ કરો.

  3. 3

    હવે એક બાઉલ માં લોટ લઇ તેમાં મીઠું, તેલ એડ કરી ગરમ પાણી થિ લોટ બાંધી લો.તેને 20 મિનીટ રહેવા દો.

  4. 4

    હવે એક કડાઈ માં તેલ મુકી બેબી કોર્ન ને સાંતળી લો.બેબી કોર્ન સન્ટડાઇ જાઇ એટલે તેને કાઢી ને એ જ તેલ માં કાંદો અને લસણ ની પેસ્ટ એડ કરી તેને સાંતળી લો.

  5. 5

    હવે તેમાં ગાજર અને કેપ્સીકમ એડ કરી 2 મિનીટ સાંતળી લો.છેલ્લે તેમાં બંને કોબીજ એડ કરી મીઠું,ઓરેગાનો,ચીલી ફ્લેક્સ અને મરી પાઉડર એડ કરી 2 મિનીટ માટે સાંતળી લો.

  6. 6

    હવે લોટ માંથી રોટલી બનાવીને તેને ચોરસ કટ કરી વચ્ચે સ્ટફિન્ગ ભરી તેની ઉપર બેબી કોર્ન મુકી રોલ વાળી લો.

  7. 7

    હવે તેને ગરમ તેલ માં તળી લો.પહેલા થોડા ગુલાબી થાઈ એટલે કાઢી લેવાં. પછી તેને ફરીથી તળી લેવા.આમ કરવાથી સ્પ્રિંગ રોલ ક્રિસ્પિ બનશે.

  8. 8

    રેડી છે સ્ટફડ બેબી કોર્ન સ્પ્રિંગ રોલ.(અહિં મેં જ્યારે તેલ માં બેબી કોર્ન ને ફ્રાય કરી ત્યારે એ જ તેલ માં સ્ટફિન્ગ બનાવ્યું જેથી કરીને જે બેબી કોર્ન ને મેરીનેટ કરી એનાં મસાલા ની ફ્લેવર સ્ટફિન્ગ માં પણ આવે.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes