લેયરેડ ચાઇનીઝ સમોસા(chainese samosa in Gujarati)

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#માઇઇબુક #પોસ્ટ_16 ##વિકમીલ3 #ફ્રાઇડ

સમોસા ઘણી રીતે બનાવી શકાય છે પંજાબી સમોસા, આલુ સમોસા, પટ્ટી સમોસા, ચાઇનીઝ સમોસા વગેરે આજે મેં ચાઇનીઝ સમોસા બનાવ્યા છે જે એકદમ ક્રીસપી અને સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે આમ તો ચાઇનીઝ સમોસા થોડા નાના અથવા પટ્ટી સમોસા ની અંદર ચાઇનીઝ સ્ટફીગ ભરીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં લેયર વાળા કોનમાં ચાઈનીઝ નું સ્ટફિંગ ભરીને થોડા મોટા સમોસા બનાવ્યા છે. તમે તમારી પસંદગી મુજબ આ સમોસા બનાવી શકો છો. આ રીતે એક વાર જરૂર ટ્રાય કરજો નાના-મોટા સૌને પસંદ આવશે. વેજીટેબલ તમે તમારી પસંદગી મુજબ લઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. 2 કપમેદો
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 2 મોટી ચમચીતેલ
  4. 2 કપકોબીજ
  5. 1 નંગકેપ્સીકમ
  6. 1 નંગગાજર
  7. 1 નંગડુંગળી
  8. 3 નંગલીલી ડુંગળી
  9. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  10. 2 ચમચીસોયા સોસ
  11. 2 ચમચીરેડ ચીલી સોસ
  12. 1/2 ચમચીમરી પાઉડર
  13. 1/2 કપબાફેલા નુડલ્સ
  14. તળવા માટે તેલ
  15. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    લોટમાં મીઠું અને તેલ ઉમેરી થોડો સોફ્ટ લોટ બાંધી પંદરથી વીસ મિનિટ ઢાંકીને મૂકી દો ચાઇનીઝ સ્ટફીગ હોવાથી લોટમાં અજમો ઉમેરેલો નથી જો તમને પસંદ હોય તો ઉમેરી શકો છો.

  2. 2

    કડાઈમાં તેલ ગરમ કરી લાંબી સમારેલી ડુંગળી,આદુ મરચાની પેસ્ટ ઉમેરી એક મિનિટ સાંતળી લો.પછી તેમાં ગાજર, કેપ્સીકમ અને મીઠુ ઉમેરી એક મિનિટ સાંતળી લો પછી કોબી ઉમેરો અને સાંતળો આ બધા વેજીટેબલ ફાસ્ટ આચ પર જ સાતળવાના છે.

  3. 3

    કોબીજ તળાઈ જાય એટલે રેડ ચીલી સોસ સોયા સોસ ઉમેરી મિક્સ કરી દો પછી એમાં બાફેલા નૂડલ્સ ઉમેરી મિક્સ કરો આ મિશ્રણને બિલકુલ ઠંડુ થવા દો

  4. 4

    લોટમાંથી એક લંબગોળ રોટલી વણી લો તેમાં ઉપરના અડધા ભાગમાં વચ્ચે આડા કાપા કરી લો. ફક્ત વચ્ચેના અડધા ભાગમાં કાપા કરવાના છે રોટલીની કોર ઉપર કટ લગાવવાની નથી જેથી આપણે કટ કરેલી રોટલી joint રહે પટ્ટી અલગ કરવાની નથી રોટલી ની વચ્ચેથી ઉપરના ભાગ સુધી ચારથી પાંચ કટ લગાવી દો આ રોટલી ઉપર થોડું પાણી લગાવી દો પછી રોટલી ને વચ્ચેથી વાળી દો કાપા કરેલા ભાગ પર આખો ભાગ હોય એ સાઇડ ઉપર રાખવી સમોસા ની જેમ કોન આકાર આપી દો. અને પાણીથી ચિપકાવી દો કાપા કરેલો ભાગ બહારની બાજુ આવશે.

  5. 5

    હવે આ કોન આકારમાં ચાઈનીઝ સ્ટફિંગ ભરી દો ઉપરથી પેક કરી દો મીડીયમ ગરમ તેલમાં આ સમોસા ધીમી આંચ પર તળી લો

  6. 6

    ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લો.

  7. 7

    ગરમાગરમ ચાઇનીઝ સમોસા કેચપ કે રેડ ચીલી સોસ સાથે પીરસી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

Similar Recipes