ડ્રાય ખસ્તા સમોસા (Dry moong dal samosa)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 minutes
2 servings
  1. 1 1/2 કપમેંદો
  2. 3 ચમચીઘી
  3. 1 કપમગ ની મોગર દાળ
  4. 3 ચમચીગોળ આમલીનો પલ્પ
  5. 2 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 નાની ચમચીગરમ મસાલો
  7. 1 ચમચીઆમચૂર પાઉડર
  8. 2 ચમચીસેવ નો ભુક્કો
  9. 1 ચમચીઅધકચરી વાટેલી વરિયાળી
  10. 1 ચમચીતલ
  11. 1 નાની ચમચીઅજમો
  12. 1 ચમચીદળેલી ખાંડ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

40 minutes
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં મેંદો,મીઠું, અજમો અને ઘી નું મોણ નાખી ઠંડા પાણી થી લોટ બાંધી લો.

  2. 2

    હવે લોટ ને ઢાંકીને રેસ્ત આપવા મૂકવો.

  3. 3

    મગ ની છીલકા વગર ની દાળને ધોઈને 2 કલાક માટે પલાળી રાખવી.સારી રીતે પલળી જાય ત્યાર બાદ તેને નિતારીને કોરી કરવી.

  4. 4

    હવે એક પેન માં 2 ચમચી જેટલું તેલ મૂકી તેમાં મગ ની દાળ ઉમેરવી..ત્યાર બાદ તેને ધીમા તાપે હલાવતા રહેવું.તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને મિક્સ

  5. 5

    જ્યારે દાળ ચડીને સોફ્ટ થાય ત્યાર બાદ તેમાં ગોળ આંબલી નો પલ્પ,તલ,વરિયાળી,લાલ મરચું પાઉડર,આમચૂર પાઉડર,દળેલી ખાંડ,અધકચરી વાટેલી વરિયાળી અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો.જેથી માગણી દાળ સાથે મસાલો સારી રીતે થાય.

  6. 6

    હવે તેમાં બા માટે સેવ નો ભુક્કો ઉમેરો..(શેકેલો ચણા નો લોટ કે ચવાણું નો ભુક્કો પણ ઉમેરી શકાય.)ત્યાર બાદ બધું વ્યવસ્થિત મિક્સ કરી લો.સમોસા માટે નું સ્ટફિંગ તૈયાર છે.

  7. 7

    હવે લોટ ના એકસરખા લુઆ વાળી તેની નાની પૂરી વણી લો.પૂરીને વચ્ચે થી કાપી બે ભાગ કરો.હવે એક ભાગ લઈને તેને કોન નો શેપ આપી તેમાં ચમચી વડે સ્ટફિંગ ભરી.હવે કોન ને પેક કરી સમોસા નો આકાર આપો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes