વેજીટેબલ પેરી પેરી મસાલા ચાટ ઢોકળી vegetable peri peri masala chaat dhokli in gujarati language

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692

#સુપરશેફ1
#શાકએન્ડકરીસ
#weak1
#માઇઇબુક
#પોસ્ટ8
આજે મેં દાળ ઢોકળી ને નવું ટ્વિસ્ટ આપિયું છે અને તેમાં મેં પેરી પેરી મસાલા નો ઉપીયોગ કરીયો છે અને વેજીટેબલ અને ચાટ આઈટમ નાખી ને એક ડિફરન્ટ રેસિપી બનાવી છે અને આનો ટેસ્ટ માં ખૂબજ લાજવાબ લાગે છે તમે પણ આ રેસિપી જરૂર બનાવજો. અને તમારી ચોઈસ મુજબ તમે એમાં લવેજીટેબલ અને ચાટ નાખી શકો છો.

વેજીટેબલ પેરી પેરી મસાલા ચાટ ઢોકળી vegetable peri peri masala chaat dhokli in gujarati language

#સુપરશેફ1
#શાકએન્ડકરીસ
#weak1
#માઇઇબુક
#પોસ્ટ8
આજે મેં દાળ ઢોકળી ને નવું ટ્વિસ્ટ આપિયું છે અને તેમાં મેં પેરી પેરી મસાલા નો ઉપીયોગ કરીયો છે અને વેજીટેબલ અને ચાટ આઈટમ નાખી ને એક ડિફરન્ટ રેસિપી બનાવી છે અને આનો ટેસ્ટ માં ખૂબજ લાજવાબ લાગે છે તમે પણ આ રેસિપી જરૂર બનાવજો. અને તમારી ચોઈસ મુજબ તમે એમાં લવેજીટેબલ અને ચાટ નાખી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 થી 6 વ્યક્તિ માટે
  1. સામગ્રી :
  2. 250 ગ્રામતુવેર દાળ
  3. 50 ગ્રામલીલી ડુંગળી સમારેલી
  4. 200 ગ્રામઘઉં નો લોટ
  5. 250 ગ્રામટામેટા
  6. 1 ચમચીગરમ મસાલો
  7. ગોળ જરૂર મુજબ
  8. 1 નંગતમાલપત્ર
  9. હિંગ સ્વાદ મુજબ
  10. 1 ચમચીહળદર પાઉડર
  11. 1 ચમચીમરચું પાઉડર
  12. 1 ચમચીધાણાજીરું પાઉડર
  13. લીલા સમારેલા આદુ મરચા
  14. 1 નંગલાલ મરચું
  15. 1 નંગલીમડો
  16. કોથમીર સમારેલી
  17. 1 ચમચીઆચાર મસાલો
  18. 1 ચમચીપેરી પેરી મસાલો
  19. 1 ચમચીરાઈ
  20. 1 ચમચીવરિયાળી
  21. તેલ જરૂર મુજબ
  22. જરૂર મુજબ પાણી
  23. મીઠું સ્વાદ અનુસાર
  24. સીંગદાણા જરૂર મુજબ
  25. Vegetable Perry Perry Masala Chaat Dhokli For Decoration: Masala Chana Dal, Mungdal, Tomato, Green Dungri, Save Perry Perry Masala Chopped Cucumber

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    વેજીટેબલ પેરી મસાલા ચાટ ઢોકળી બનાવાની રીત; 
    સૌ પ્રથમ એક કુકરમાં તુવેરદાળ લઈને ચાર થી પાંચ વાર સાફ પાણીથી ધોઈને નિતારી લો

  2. 2

    હવે તુવેરદાળ બાફતી વખતે તેમા મીઠું, હળદર, એક ટમેટું કાપીને નાંખો હવે તેમાં લીમડાના પાન નાંખો આદું મરચા ની પેસ્ટ નાંખો હવે તુવેર ની દાળ માં પાણી નાખી ને બાફી લો.

  3. 3

    હવે તુવેરદાળ બફાઈ જાય પછી તેમાં હેન્ડ બ્લેન્ડર ફેરવીને એકરસ કરી લો જેથી આદું,મરચું, લીંબડો, તેમજ ટામેટાં દાળમાં સરસ મિક્સ થઈ જાય પછી દાળ માં જરૂર મુજબ પાણી નાખી ઉકાળવા દો.

  4. 4

    હવે એક વાસણ માં ઘઉં નો લોટ લઇ તેમા મીઠું, હળદર, મરચું પાઉડર, અજવાઇન ધાણાજીરું પાઉડર પેરી પેરી મસાલો અને તેલ નાખી ઢોકળી નો લોટ બાંધી લો અને હવે તેની મોટી રોટલી વણી ચપ્પુથી મીડીયમ સાઈઝ ના કાપા પાડી દાળ માં ઢોકળી નાખી મીક્સ કરતા રહો.

  5. 5

    હવે દાળ ઢોકળી ઉકળી ગયા બાદ વઘાર કરવા માટે એક વાસણ માં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થયા પછી વઘારમાં રાઈ નાંખો. રાઈ તતડી ગયા બાદ તેમાં તજ, લાલ મરચા તમાલ પત્ર હિંગ લાલ મરચું, બાદિયા અને મીઠો લીમડો, સમારેલા લીલા ધાણા ના પાન દાળનાં વઘારમાં નાંખો. અને પછી આ વઘારને દાળમાં નાંખો

  6. 6

    હવે દાળમાં થોડા ક સીંગદાણા નાંખો અને દાળમાં ઉભરો આવે એટલે ગોળ અને લીંબુનો રસ નાંખીને થોડી વાર દાળ ઉકળવા દો હવે એક પ્લેટ માં વેજીટેબલ પેરી પેરી મસાલા ચાટ ઢોકળી" લઇ તેમાં મસાલા ચણા દાળ, મગદાળ, ઝીણા સમરેલા ટામેટાં, લીલી ડુંગળી, સેવ પેરી પેરી મસાલો સમારેલી કાકડી નાખી ગ્રીન ચટણી અને રેડ ચટણી સાથે સર્વ કરો.

    ધનેશ્વરી કિરણકુમાર જોશી...

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
પર

Similar Recipes