પેરી પેરી પનીર હોટડોગ (Peri Peri Paneer Hotdog Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#GA4
#week16
#periperi
#hotdog
#cookpadgujarati
#cookpadindia
પેરી પેરી મસાલો એ એક સાઉથ આફ્રિકન મસાલો છે. આ મસાલો બજારમાં તૈયાર પણ મળે છે અને આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. આ મસાલામાં લાલ મરચું પાઉડર, આમચુર પાઉડર અને ખાંડ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે.
મેં આજે આ મસાલાનો ઉપયોગ પનીર હોટડોગ બનાવવામાં કર્યો છે. પનીર ની સાથે વેજિટેબલ્સ અને પેરી પેરી મસાલો ઉમેરી આ હોટડોગ બનાવ્યા છે.

પેરી પેરી પનીર હોટડોગ (Peri Peri Paneer Hotdog Recipe In Gujarati)

#GA4
#week16
#periperi
#hotdog
#cookpadgujarati
#cookpadindia
પેરી પેરી મસાલો એ એક સાઉથ આફ્રિકન મસાલો છે. આ મસાલો બજારમાં તૈયાર પણ મળે છે અને આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. આ મસાલામાં લાલ મરચું પાઉડર, આમચુર પાઉડર અને ખાંડ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે.
મેં આજે આ મસાલાનો ઉપયોગ પનીર હોટડોગ બનાવવામાં કર્યો છે. પનીર ની સાથે વેજિટેબલ્સ અને પેરી પેરી મસાલો ઉમેરી આ હોટડોગ બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 નંગ માટે
  1. પેરી પેરી મસાલો બનાવવા માટે:
  2. 1 tspકાશ્મીરી લાલ મરચું
  3. 1 tspધાણાજીરૂ
  4. 1 tspસંચળ
  5. 1 tspચાટ મસાલા
  6. 1 tspડ્રાય ઓરેગાનો
  7. 1/2 tspમરી પાઉડર
  8. 1/2 tspખાંડ પાઉડર
  9. 1/2 tspઆમચૂર પાઉડર
  10. 1/2 tspલસણ પાઉડર
  11. સ્ટફિંગ બનાવવા માટે:
  12. 2 tbspતેલ
  13. 3 નંગસમારેલી ડુંગળી
  14. 5કળી સમારેલું લસણ
  15. 1/4 કપસમારેલું ગ્રીન કેપ્સીકમ
  16. 1/4 કપસમારેલું રેડ કેપ્સીકમ
  17. 1/4 કપસમારેલું યેલ્લો કેપ્સીકમ
  18. 1/4 કપસમારેલું ટમેટું
  19. 1/4 કપબાફેલી મકાઈના દાણા
  20. 1/2 કપપનીરના નાના ટુકડા
  21. 3 tbspપેરી પેરી મસાલા
  22. સ્વાદ અનુસારમીઠું
  23. હોટડોગ બનાવવા માટે:
  24. જરૂર મુજબહોટડોગ ના બન
  25. જરૂર મુજબબટર અથવા ઘી
  26. સ્વાદ પ્રમાણેગ્રીન ચીટણી
  27. જરૂર મુજબખમણેલું ગાજર
  28. જરૂર મુજબલાંબી સમારેલી કોબી
  29. સ્વાદાનુસારચીઝ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક બાઉલમાં પેરી પેરી મસાલો બનાવવા માટેના બધા ડ્રાય મસાલા માપ પ્રમાણે ભેગા કરી લેવાના છે તેને બરાબર રીતે મિક્સ કરી લઈએ એટલે પેરી પેરી મસાલો બની જશે.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં સમારેલી ડુંગળી અને સમારેલું લસણ સોતળવાનું છે.

  3. 3

    ત્યારબાદ તેમાં સમારેલા ટામેટાં, સમારેલા રેડ, ગ્રીન અને યેલ્લો કેપ્સીકમ ઉમેરી બરાબર રીતે મિક્સ કરવાનું છે.

  4. 4

    હવે તેમાં પનીરના નાના ટુકડા અને પેરી પેરી મસાલો ઉમેરી બરાબર રીતે મિક્સ કરી એક મિનિટ માટે કુક થવા દેવાનું છે. વધુ કુક ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે વેજિટેબલ્સ ને થોડા ક્રંચી રાખવાના છે. આ મિશ્રણને થોડું ઠંડુ થઈ જવા દેવાનું છે

  5. 5

    હવે હોટડોગ ના બનને એક લોઢી પર આગળ પાછળ બંને તરફ બટર લગાવીને શેકી લેવાના છે. ત્યારબાદ તેમાં વચ્ચે કટ કરી તેમાં ગ્રીન ચટણી લગાવવાની છે.

  6. 6

    તેના પર ખમણેલું ગાજર અને લાંબી સમારેલી કોબી ઉમેરવાના છે ત્યાર બાદ તેના પર તૈયાર કરેલા મિશ્રણ નું સ્ટફિંગ કરવાનું છે આ રીતે બધા હોટડોગ તૈયાર કરી લેવાના છે.

  7. 7

    ગાજર અને કોબીના સલાડ સાથે હોટડોગ ને ચીઝ વડે ગાર્નીશ કરી આ રીતે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes