ઇન્સ્ટન્ટ ચોકો રોલ્સ (sweet) chocolate rolls in Gujarati)

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26

#માઇઇબુક #પોસ્ટ19 #nofirerecipe
આ રોલ્સ ખૂબ જ ઝડપથી અને ગૅસના ઉપયોગ વગર બને છે. જે બાળકોને ખૂબ જ ભાવે છે.

ઇન્સ્ટન્ટ ચોકો રોલ્સ (sweet) chocolate rolls in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક #પોસ્ટ19 #nofirerecipe
આ રોલ્સ ખૂબ જ ઝડપથી અને ગૅસના ઉપયોગ વગર બને છે. જે બાળકોને ખૂબ જ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2-3પેકેટ હેપ્પી હેપ્પી બિસ્કિટ
  2. 100 ગ્રામમલાઈ
  3. 100 ગ્રામસુકુ નાળિયેરનું ખમણ (ઝીણું)
  4. 3-4 ચમચીપાઉડર ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બિસ્કીટ નાના ટુકડા કરી મિક્સરમાં ક્રશ કરી લો. જરૂર લાગે તો આ ભૂકાને ચાળી લો. હવે તેમાં 1 ચમચી પાઉડર ખાંડ અને થોડી મલાઈ ઉમેરીને મિક્સ કરો અને લોટ જેવું બાંધી લો.

  2. 2

    હવે 1 વાસણમાં નાળીયેરનું ખમણ અને બાકી વધેલી ખાંડ અને મલાઈ ઉમેરી તેનો પણ લોટ બાંધી લો. સાઈડ પર રાખો.2 પ્લાસ્ટિક શીટ લો.રોટલી વણવાના પાટલા પર 1 પ્લાસ્ટિક શીટ મૂકી તેના પર બિસ્કિટવાળા મિશ્રણમાંથી લુઓ મુકો.હળવા હાથે વણી લો. ત્યારબાદ તેના પર નાળિયેરના ખમણવાળું મિશ્રણ રાખી, આ બન્ને પર પ્લાસ્ટિક શીટ રાખી હળવા હાથે મોટો રોટલો વણી લો. હવે ઉપરની પ્લાસ્ટીક શીટને દૂર કરી રોટલાનો ધીમે ધીમે ગોળ રોલવાળી લો.

  3. 3

    આ રીતે બધા જ રોલ્સ વાળી લો અને પ્લેટમાં મૂકી 1 કલાક સુધી ફ્રિજમાં સેટ થવા માટે મૂકો.રોલ્સ થોડા કડક થાય એટલે બહાર કાઢી કટરની મદદથી એક સરખા ગોળ પીસ કરો.તો તૈયાર છે ઇન્સ્ટન્ટ ચોકો રોલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
પર
👉 Subscribe my youtube channel for more recipes - K's Kitchen👩‍🍳Home chef👩‍🍳Home baker
વધુ વાંચો

Similar Recipes