ભરેલ કારેલાનું શાક(bhrela karela saak recipe in Gujarati)

Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556

#સુપરશેફ1

વિક 1 શાક ,કરીઝ પોષ્ટ 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ માટે
  1. 2 નંગકારેલા
  2. 1/2વાટકી ચણાનો શેકેલો લોટ
  3. 1 ચમચીસીંગનો ભૂકો
  4. 2 ચમચીસમારેલી કોથમીર
  5. 1 ચમચીધાણાજીરું પાઉડર
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  7. 1 ચમચીઆખું જીરૂ
  8. 1/2ચમચી હળદર
  9. 1/2ચમચી ગરમ મસાલો
  10. 1 ચમચીસફેદ તલ
  11. 1/2ચમચી ખાંડ
  12. 1/2ચમચી વરિયાળી
  13. સ્વાદ અનુસારનમક
  14. વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ કારેલાની છાલ ઉતારી નાની સાઈઝ ના ટુકડા કરી લેવા ત્યારબાદ કુકરમા ચપટી નમક અને પાણી નાખી કારેલાના ટુકડા ને બાફી લેવા ત્યારબાદ શેકેલા ચણાના લોટમાં કોથમીર સીંગનો ભૂકો મરચું પાઉડર ધાણાજીરું પાઉડર હળદર ખાંડ અને મીઠું ગરમ મસાલો અને એક ચમચી તેલ નાખી મસાલો તૈયાર કરી લેવો

  2. 2

    ત્યારબાદ કારેલાના બાફેલા ટુકડા માંથી પાણી નીચોવી લેવું પછી તૈયાર કરેલ મસાલામાંથી બધા કટકા ભરી લેવા ત્યારબાદ એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થયા બાદ આખું જીરું તેમજ તલ નાખવા તલ તતડી જાય પછી ભરેલ કારેલા ના પીસ નાખી દેવા અને થોડી વાર ચઢવા દેવા

  3. 3

    કારેલા સતડાઈ જાય પછી તેમાં કોરો મસાલો છાંટી દેવો ફરી પાછું થોડી હળદર અને મરચું પાઉડર નાખી પાણી એડ કરી ચડવા દેવુ

  4. 4

    જ્યારે આ ગ્રેવી માંથી તેલ છૂટું પડવા લાગે ત્યારે ગેસ બંધ કરી દેવો.... લો તૈયાર છે આપણું કારેલાનું ચટપટુ તીખું ભરેલું શાક જે ચોમાસાની સિઝનમાં ગરમ રોટલી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556
પર

Similar Recipes