બાજરા ના લોટ ના વડા(bajra na lot na vada recipe in Gujarati)

Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556

#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોષ્ટ 1

બાજરા ના લોટ ના વડા(bajra na lot na vada recipe in Gujarati)

#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોષ્ટ 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદરથી વીસ મિનિટ
બે વ્યક્તિ
  1. 1 વાટકીબાજરીનો લોટ
  2. 1/2વાટકી સમારેલી કોથમીર
  3. 2 ચમચીસફેદ તલ
  4. 1 ચમચીમરચું પાઉડર
  5. 1 ચમચીગરમ મસાલા
  6. 1/2ચમચી હળદર
  7. 1/2ચમચી ખાંડ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાજરાના લોટને ચાળી લેવો ત્યારબાદ તેમાં કોથમીર સમારીને તૈયાર રાખવી

  2. 2

    એક કડાઈમાં લોટ લઇ તેમાં એક ચમચી મોણ માટે તેલ નાખવું તેમજ મરચું પાઉડર ગરમ મસાલો હળદર ખાંડ તેમજ મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લેવું આ બધું મિક્સ થયા બાદ તેમાં સમારેલી કોથમીર અને સફેદ તલ નાખી પાણી અથવા છાશ વડે કઠણ લોટ બાંધવો

  3. 3

    આ લોટમાં ફરી પાછું એક ચમચી તેલ નાખી સારી રીતે મસળી લેવું ત્યારબાદ નાનુ ગોયણુ લઈ હથેળી વચ્ચે દબાવી ચપટો આકાર આપો આ રીતે બધા વડા તૈયાર કરી લેવા ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું ગેસની આંચ એકદમ ધીમી રાખવાની છે જેથી વડા બધા અંદરથી કાચા ન રહે

  4. 4

    બધા વડા આછો બદામી રંગના થાય ત્યાં સુધી તળવા ના છે

  5. 5

    લો તૈયાર છે આપણા બાજરીના ક્રિસ્પી વડા જે સોસ અથવા દહીં સાથે મહેમાનોને ગરમ ગરમ સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556
પર

ટિપ્પણીઓ

Similar Recipes