સ્ટફ બેગન કરી(stuff began curry recipe in Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#માઇઇબુક રેસીપી
#સુપર શેફ1
#શાક ,કરીસ

સ્ટફ બેગન કરી(stuff began curry recipe in Gujarati)

#માઇઇબુક રેસીપી
#સુપર શેફ1
#શાક ,કરીસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મીનીટ
2,3વ્યકિત
  1. 7,8બેગન(લામ્બા રીગણ)
  2. 4 ચમચીસેફેદ સેકેલા તલ
  3. 4ચમચી.સીગદાણા
  4. 4 ચમચીતલ ની ડ્રાય ચટણી(ઓપ્શનલ)
  5. 2 ચમચીધણા પાઉડર
  6. 1/2 ચમચીહળદરપાઉડર
  7. 1/2ચમચી.લાલમરચુ પાઉડર
  8. 1 ચમચીઆમોલિયા પાઉડર
  9. 1/2 ચમચીવરિયાળી પાઉડર
  10. 1/2 ચમચીકલોન્જી
  11. મીઠુ સ્વાદ પ્રમાણે
  12. તેલ.જરુરત પ્રમાણે(સહેજ આગળ પડતા)
  13. 4,5કળી લસણ
  14. 2ઈન્ચ આદુ ના ટુકડા
  15. 7,8મેથી દાણા
  16. ચપટીહીગ

રાંધવાની સૂચનાઓ

૩૦મીનીટ
  1. 1

    સર્વપ્રથમ બેગન ધોઈ ને ઉપર ની ડંઠલ કાપી ને ઉભા ચીરા કરવાના બન્ને ભાગ છુટ્ટા ના થાય નીચે એક બાજૂ જોડાયલા રાખવુ. અંદર ના બન્ને બાજૂ પણ કાપા પાડવાના છે. કેમ કે.બેગન ની અંદર મસાલા. ભરી ને સ્ટફ કરવાના છે. કાપી ને પાણી મા એક બાજૂ રાખો.

  2. 2

    મિકચર જાર મા સેકેલા તલ,સીગદાણા ને ક્શ કરી લો પછી ધણાપાવડર,હળદરપાઉડર,મરચુ પાઉડર,આમોલિયા પાઉડર,મીઠુ વરિયાળી,કલોન્જી, આદુ લસણ નાખી ને મિકચર જાર મા ગ્રાઈન્ડ કરી લો અને પ્લેટ મા કાઢી લો

  3. 3

    તૈયાર મસાલા મા તલ ની ચટણી અને 1/2ચમચી તેલ મીકસ કરી ને ઉપર કાપેલા બેગન મા સ્ટફ કરી દો.હાથે થી પ્રેસ કરી ને મસાલા ભરો.

  4. 4

    હવે કઢાઈ મા તેલ ગરમ કરી ને હીગ,મેથી ના બઘાર કરી ને મસાલા ભરેલા બેગન નાખો અને સ્લો ફલેમ પર ઢાકી ને કુક થવા દો.થોડી -થોડી વાર મા ઢાકણ ખોલી ને ચલાવતા રહો જેથી કઢાઈ મા ચોટે નહી અને બધી બાજૂ ચઢી જાય.15મીનીટ મા લગભગ ચઢી જાય છે ત્યાર પછી બધેલા મસાલા ઊમેરી દો અને ચલાવી મિકસ કરી ને 2મિનિટ શેકી ને 2 કપ પાણી નાખો અને ફરી મસાલા,પાણી સાથે 5મીનીટ ઉકળવા દો. બધુ સરસ મીકસ થઈ ને ચઢી જાય, ગ્રેવી લચકા પડતી થાય નીચે ઉતારી ને ડીનર,લંચ મા રોટલી,પરાઠા સાથે સર્વ કરો.

  5. 5

    તોતૈયાર છે સફેદ તલ ની સ્ટફીગ વાળી...રીગણ ની "સ્ટફ બેગન કરી,"....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

ટિપ્પણીઓ

Similar Recipes