છોલે ભટૂરે (Chhole Bhature Recipe In Gujarati)

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ

#EB
Week7

શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
૪ લોકો માટે
  1. ભટુરે માટે સામગ્રી:-
  2. ૧ વાટકો - મેંદા નો લોટ
  3. ૧ વાટકો-ઘઉં નો લોટ
  4. ૧ ચમચી- મીઠું
  5. ૧/૨- બેકીંગ સોડા
  6. ૩ ચમચી-તેલ
  7. જરુર મુજબ પાણી
  8. છોલે ચણા સામગ્રી:-
  9. ૨૦૦ ગ્રામ-કાબુલી ચણા
  10. ૧ વાટકી - ટામેટાં પ્યુરી
  11. ૧ વાટકો- ડુંગળી અને લસણ ની પ્યુરી
  12. ૧ ચમચી-આદુ મરચાં ની પેસ્ટ
  13. ૧ ચમચી-છોલે મસાલા
  14. ૧ ચમચી- મીઠું
  15. ૧/૨ ચમચી - હળદર
  16. ૧ ચમચી- મરચું પાઉડર
  17. ૧ ચમચી ધાણાજીરું
  18. ૩ ચમચી- તેલ
  19. બાફેલા બટાકા

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ભટુરે માટે એક થાળીમાં ઘઉં અને મેંદા ના લોટ લેવો,પછી તેમાં ‌મીંઠુ, બેકિંગ સોડા,તેલ ઉમેરી અને જરૂર મુજબ પાણી થી કણક‌ તૈયાર કરો.

  2. 2

    મેંદા અનેઘઉં ની‌ કણક‌ને ૧ કલાક ઢાંકીને રહેવા દો પછી તેને કડાઈમાં તેલ ‌મૂકી અને ગરમ થાય ‌એટલે ‌તળો.તળાઈ‌ને ઉપર આવે ‌એટલે ચીપિયા અને તળવા ના‌ ચમચા વડે કાઢો.(ખાસ‌ ‌ભટુરે તેલ વાળા ન રહે એ રીતે) કાણાવાળા ચમચા વડે થાળી માં લો.અને સર્વ‌‌ કરો.

  3. 3

    એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું,રાઈ, લીમડાના પાન, નાખી હિંગ ઉમેરો.પછી‌ તેમાં ડુંગળી-લસણ ની પેસ્ટ, આદુ મરચાં ની પેસ્ટ, ટામેટાં ની પ્યુરી ઉમેરો અને ગ્રેવી થવા દો. ગ્રેવી‌ ઉકળી ને કલર પકડે‌ ત્યારે મીઠું, હળદર,મરચું પાઉડર, ધાણાજીરૂ ઉમેરો. છોલે મસાલા ‌,કીચન કિંગ મસાલો ઉમેરવો અને છોલે ગ્રેવી‌ થવા‌ દો.

  4. 4

    પછી તેમાં બાફેલા કાબુલી ચણા ઉમેરી અને ૧ બટાકુ‌ મેશ કરી અને ઉમેરો,ચણા‌ ગ્રેવી ધટ્ટ‌અને સરસ‌ થાશે.ભટુરે સાથે છોલે નો‌ આનંદ ડીનર માં માણો.

  5. 5

    સાથે મરચાં, ડુંગળી ની સ્લાઈસ,નો‌ સ્વાદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર
ભુજ

ટિપ્પણીઓ

Similar Recipes