શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ ચમચીતેલ
  2. ૧ નાની ચમચીજીરું
  3. નંગતમાલપત્ર ૧-૨
  4. ૧ ઇંચતજ
  5. નંગલવિંગ ૫-૬
  6. ૧ નંગલીલી ઇલાયચી
  7. નંગકાળા મરી ૧-૨
  8. ૩ નંગમધ્યમ સાઈઝ ના સ્લાઈસ કરેલા કાંદા
  9. નંગલીલા મરચાં ઝીણાં સમારેલા ૧-૨
  10. આદુ સ્લાઈસ કરેલા ટુકડા ૧ ઇંચ
  11. નંગલસણ ની કડી ૬-૭
  12. નંગકાજુ ૭-૮
  13. ૧ મોટી ચમચીમગજ તરી
  14. નંગમધ્યમ સાઈઝ ના ઝીણાં સમારેલા ટામેટા ૪-૫
  15. નંગકાશ્મીરી લાલ મરચા ૪-૫
  16. મીઠું સ્વાદાનુસાર
  17. પાણી ૩૦૦ મિલી
  18. ૧ નાની ચમચીતેલ
  19. ૨ મોટી ચમચીમાખણ
  20. આદુ ના સ્લાઈસ કરેલા ટુકડા ૧ મોટી ચમચી
  21. પાણી ૨૦૦ મિલી
  22. ૧૦૦ ગ્રામ પનીર છીણેલું
  23. ૪૦૦ ગ્રામ પનીર ના ટુકડા
  24. ૧ નાની ચમચીખાંડ
  25. ૧ નાની ચમચીગરમ મસાલો
  26. ૧ નાની ચમચીકસુરી મેથી
  27. ૧ મોટી ચમચીતાજી મલાઈ
  28. મીઠું સ્વાદાનુસાર
  29. ૧ મોટી ચમચીલીલા ધાણા સજાવવા માટે
  30. તાજી મલાઈ સજાવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક પેન માં ૧ મોટી ચમચી તેલ લેવું. તેલ થાય એટલે તેમાં ઉપર દર્શાવેલા ઘટકો ના પ્રમાણ હિસાબે જીરું, તમાલપત્ર, તજ, લવિંગ, લીલી ઇલાયચી, કાળા મરી બધું એક સાથે શેકી લેવું.

  2. 2

    તેમાં સ્લાઈસ જેવા સુધારેલા કાંદા ઉમેરવા. ત્યારબાદ લીલા મરચા, આદુ સ્લાઈસ જેવા કાપેલા, લસણ ની કડી આ બધુ ઉમેરી મિક્સ કરવું. કાંદા હલકા સોનેરી રંગ ના થવા દેવું.

  3. 3

    ત્યારબાદ કાજુ, મગજતરી, ટામેટાં ઝીણાં સમારેલાં, ૪-૫ કાશ્મીરી લાલ મરચાં, મીઠું સ્વાદાનુસાર. આ બધું મિક્સ કરી ૪-૫ મિનિટ સુધી થવા દો.

  4. 4

    આ મિશ્રણ માં ૩૦૦ મિલી પાણી ઉમેરી ફરીથી મિક્સ કરો અને ઢાંકી ને ૮-૧૦ મિનિટ સુધી થવા દો. ત્યારબાદ મિશ્રણ ને ઠંડુ થવા દેવું. અને મિક્સી જાર માં એની ગ્રેવી બનાવવી.

  5. 5

    એક પેન માં ૧ ચમચી તેલ, ૨ મોટી ચમચી માખણ, આદુ ના સ્લાઈસ કરેલા ટુકડા ૧ મોટી ચમચી આ બધું મિક્સ કરી એની અંદર ગ્રેવી ઉમેરો અને મિક્સ કરો. ત્યારબાદ ફરીથી તેમાં ૨૦૦ મિલી પાણી ઉમેરી ફરીથી મિક્સ કરો. ગ્રેવી ને ૭-૮ મિનિટ સુધી ઢાંકી ને થવા દેવું.

  6. 6

    ૧૦૦ ગ્રામ પનીર છીણીને ગ્રેવી માં ઉમેરવું. ત્યારબાદ ૪૦૦ ગ્રામ પનીર ના ટુકડા ઉમેરવા. ૩-૪ મિનિટ સુધી થવા દેવું. ત્યારબાદ ૧ નાની ચમચી ખાંડ, ૧ નાની ચમચી ગરમ મસાલો, ૧ નાની ચમચી કસૂરી મેથી, ૧ મોટી ચમચી તાજી મલાઈ આ બધું ઉમેરી મિક્સ કરો. તેમાં મીઠું સ્વાદાનુસાર ઉમેરવું. ત્યારબાદ સબ્જી ને પ્લેટીંગ કરી ધાણા અને તાજી મલાઈ થી સજાવી ને તંદુરી રોટલી સાથે ગરમ ગરમ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chandni Modi
Chandni Modi @cook_25002415
પર
Vadodara
Cooking different dishes always makes my soul happiest ever 🥰👩‍🍳
વધુ વાંચો

Similar Recipes