રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૩-૪ વ્યક્તિઓ માટે
  1. ૧ કપ- કાજુ
  2. ૧ નંગ- મીડિયમ સાઇઝ સમારેલી ડુંગળી
  3. ૨ નંગ- મીડિયમ સાઇઝ સમારેલ ટામેટા
  4. ૧ ઇંચટુકડો - આદું સમારેલું
  5. ૪-૫ કડી - લસણ સમારેલું
  6. ૨-૩ ચમચી - કોથમીર સમારેલી
  7. ૧ ચમચી- આખું જીરું
  8. ૧ ટુકડો- તજ
  9. ૨-૩ નંગ - લવિંગ
  10. ૧ નંગ- ઇલાયચી
  11. ૧ ચમચી- ધાણાજીરું
  12. ૧ ચમચી- લાલ મરચું પાઉડર
  13. ૧ ચમચી- ગરમ મસાલો
  14. ૧ ચમચી- કસૂરી મેથી
  15. ૧/૨ ચમચી- હળદર પાઉડર
  16. સ્વાદ અનુસાર- મીઠું
  17. ૪ મોટી ચમચી- તેલ
  18. ૫-૬ મોટી ચમચી - ક્રીમ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    કડાઈ લઈ એમાં થોડું તેલ નાખી કાજુ ને ધીમા ગેસ પર ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી સેકવાના છે.

  2. 2

    હવે બીજી કડાઈ લઈ એમાં બાકી વધેલું બધું તેલ લઈ એમાં જીરું, તજ, લવિંગ, ઇલાયચી નાખી એને થોડું સાંતળી લેવું.

  3. 3

    પછી એમાં ડુંગળી નાખી એને થોડી વાર માટે કુક કરવું. હવે એમાં આદું, લસણ નાખી એને ચડવા દેવું. પછી એમાં ટામેટા નાખી બરાબર હલાવી ઢાંકણ ઢાંકી ૪-૫ મિનીટ માટે ચડવા દેવું.

  4. 4

    હવે આ મિશ્રણને ઠંડુ પડવા દેવું. પછી એને મિકસર જાર માં લઇ એમાં પાણી નાખ્યા વિના જ પીસી લેવું. વચ્ચે ઢાંકણ ખોલી એમાં ૫-૭ શેકેલા કાજુ નાખી, ૨ ચમચી પાણી નાખી બારીક પીસી લેવું.

  5. 5

    હવે કડાઈ લઈ એમાં ૧-૨ ચમચી તેલ લઈ ગરમ થાય પછી ગેસ બંધ કરી એમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું પાઉડર નાખી બરાબર મિક્ષ કરી લેવું. (આનાથી મસાલા બળસે નહી)

  6. 6

    હવે ગેસ ચાલુ કરી એમાં તૈયાર કરેલી પેસ્ટ નાખી બરાબર મિક્ષ કરી લેવું. હવે એને સતત હલાવતા રહીને ૧-૨ મિનીટ માટે ચડવા દેવું.

  7. 7

    હવે એમાં ૧ કપ પાણી નાખી હલાવી એને ઢાંકી ને ૨-૩ મિનીટ માટે ચડવા દેવું.

  8. 8

    હવે એમાં ગરમ મસાલો, મીઠુ, કસૂરી મેથી, ક્રીમ નાખી બરાબર મિક્સ કરી લેવું. હવે એમાં કાજુ નાખી ૨-૩ મિનીટ પકાવવું.

  9. 9

    છેલ્લે એમાં કોથમીર નાખી મિક્સ કરી એને ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842
પર

Similar Recipes