પાપડ પનીર પટિયાલા (Papad Paneer patiyala recipe in Gujarati)

Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202

પાપડ પનીર પટિયાલા (Papad Paneer patiyala recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ પનીર
  2. ૨૫ ગ્રામ બટર
  3. ૨-૩ ચમચી તેલ
  4. ૧ ચમચીજીરૂ
  5. લવિંગ
  6. મરી
  7. તજ
  8. તમાલપત્ર
  9. ઇલાયચી
  10. ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  11. ૨ ચમચીગરમ મસાલો
  12. ૧ ચમચીધાણા જીરું પાઉડર
  13. ૧ વાટકીસમારેલી કોથમીર
  14. કાંદા
  15. ટામેટા
  16. ૨ ચમચીમલાઈ
  17. ૧ ચમચીટોમેટો કેચઅપ
  18. મીઠું સ્વાદાનુસાર
  19. પાણી જરૂર મુજબ
  20. ૧ ચમચીતેલ
  21. ૧ ચમચીવરિયાળી પાઉડર
  22. ટુકડા૪-૫ કાજુ ના
  23. ઈંચ જેટલો આદું નો ટુકડો
  24. ૪-૫ લસણ
  25. ૨-૩ લીલા મરચા
  26. અણદ ના પાપડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સવ પ્રથમ, એક પેનમાં તેલ ગરમ કરો તેમાં જીરુ, બધાં ખડા મસાલા, આદુ લસણ, વરીયાળી નો પાઉડર, કાજુ ના ટુકડા, સમારેલા કાંદા નાખી ધીમા આંચ પર ૪-૬ મિનિટ સુધી સાંતળો. લીલાં મરચાં ઉમેરો.પછી સમારેલા ટામેટા નાખી, ૨-૩ ચમચી પાણી ઉમેરી ઢાંકીને ચડવા દો. ૫-૭ મિનિટ પછી ગેસ બંધ કરી દો.

  2. 2

    મિષરણ ઠંડું થાય એટલે એક મિક્સરમાં પીસી લો.

  3. 3

    ફરી એકવાર પેન ગરમ કરો અને તેમાં, ૨ ચમચી બટર ગરમ કરો. એનાં પછી, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી તરતજ પીસેલી ગ્રેવી નાખી જરાક પાણી ઉમેરી ઢાંકી ને કુક થવા દો. ૨-૩ મિનિટ પછી, ટોમેટો કેચઅપ અને ગરમ મસાલો નાંખો. બધું બરાબર મિક્સ કરીને એમાં મલાઈ ઉમેરીને બરાબર મિક્સ કરો.લાસ્ટ માં મીઠું સ્વાદ અનુસાર નાખો.ગ્રેવી બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરવો.

  4. 4

    ૧ પાપડ હાથમાં લઈને, એને ૨ હાફ માં કાતર થી કટ કરો. પછી પાણી લગાડી એને ભીનો કરો. પનીર ના લાંબા સ્લાઈ્સ ને પાપડ ના વચ્ચે રાખો અને ફરી હાફ ફોલ્ડ કરી રોલ વાડી પાણી થી સાઈડ્સ સ્ટીક કરો.બધા પાપડ પનીર રોલ આવી રીતે બનાવી લો.

  5. 5

    પછી રોલ ના બાર ની બાજુ એકદમ જરાક તેલ લગાવી, ઓવન માં ૫-૭ મિનીટ સુધી બેક થવા રાખો. ૨-૩ મિનીટ થાય, એટલે બીજી બાજુ ફેરવીને પાછુ બેક કરો.પાપડ રોલ ને ફ્રાઈ પણ કરી શકાય, મૈ બેક કર્યાં છે.

  6. 6

    જમવાનું પીરસો એના ૮-૧૦ મિનીટ પહેલા, બેક કરેલા પાપડ પનીર રોલ ને તૈયાર થએલી ગ્રેવી માં નાખી થોડું પાણી નાખી ૧-૨ મિનીટ માટે ઉકાળો.કોથમીર થી ગાર્નિશ કરી, ગેસ બંધ કરો.

  7. 7

    આ રીતે બધાં માટે, તૈયાર છે, સ્વાદિષ્ટ પાપડ પનીર પટિયાલા સબ્જી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202
પર

Similar Recipes