ફરા

Poonam Joshi
Poonam Joshi @PoonamJoshi19
India

ચોખા ના ફરા - ઓછા તેલમાં બનેલી છત્તીસગઢ ની ખાસ વાનગી. હું રાયપુર થી છું અને એટલે મને આ બઉ પ્રિય છે :)

ફરા

ચોખા ના ફરા - ઓછા તેલમાં બનેલી છત્તીસગઢ ની ખાસ વાનગી. હું રાયપુર થી છું અને એટલે મને આ બઉ પ્રિય છે :)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 Mins
2 સર્વિંગ્સ
  1. 1 કપભાત
  2. 2 કપચોખાનો લોટ
  3. 1 ટેબલસ્પૂનતલ
  4. 1 ટીસ્પૂનલીલાં મરચાંની પેસ્ટ
  5. 2 ટેબલસ્પૂનલીલા ધાણા
  6. મીઠું સ્વાદાનુસાર
  7. વઘાર માટે-
  8. 2 ટેબલસ્પૂનતેલ
  9. 1/2 ટીસ્પૂનજીરું
  10. 1/4 ટીસ્પૂનહિંગ
  11. 1/2 ટી સ્પૂનતલ
  12. 8-10કરી પત્તા
  13. 2લીલા મરચા ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

15 Mins
  1. 1

    ભાત, ચોખાનો લોટ, તલ, મરચાની પેસ્ટ, લીલા ધાણા અને મીઠું બરાબર મિક્સ કરી લેવું. જરૂર પ્રમાણે પાણી ઉમેરી તેનો લોટ બાંધવો. આ લોટ એકદમ ઢીલો અથવા એકદમ કઠણ ના હોવો જોઈએ. ભાત ની જગ્યાએ ખાલી ચોખાના લોટમાંથી પણ બનાવી શકાય.

  2. 2

    લોટમાંથી લંબગોળ આકાર ના ફરા તૈયાર કરવા. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં, હિંગ અને તલ ઉમેરવા. કરી પત્તા, લીલા મરચા ના ટુકડા ઉમેરી તૈયાર કરેલા ફરા ઉમેરી લેવા. બધુ બરાબર હલાવી બે મિનીટ સુધી પાણી નાખી ને પકાવવું. લીલા ધાણા ઉમેરી ગેસ બંધ કરી દેવો. ફરા ને ધીરે થી હલાવવા જેથી કરીને એ તૂટી ન જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Poonam Joshi
Poonam Joshi @PoonamJoshi19
પર
India
Community Lead at Cookpad India. I love to cook for my friends and family.
વધુ વાંચો

ટિપ્પણીઓ (26)

💕ʜᴀꜱᴛɪ💕⁦
💕ʜᴀꜱᴛɪ💕⁦ @Hasti_Hemati
उत्कृष्ट😍मैं ईरानी हूँ

Similar Recipes