કાઠીયાવાડી ભાખરી(bhakhri recipe in Gujarati)

Nayna J. Prajapati
Nayna J. Prajapati @cook_24736662

#સુપરશેફ2
#ફ્લોરલોટ
#જુલાઈપોસ્ટ૭

ભાખરી તો બધા બનાવતા હશે,પણ કાઠીયાવાડી ભાખરી ની તો વાત જ અલગ છે.શુધ્ધ, સાત્વિક ને પૌષ્ટિક. આમ તો ગરમ ગરમ કાઠીયાવાડી ભાખરી સાથે કોઈ વસ્તુ ની જરૂર ન પડે પણ તમે ભાખરી સાથે શાક,ગોળ,ચા,અથાણું ગમે એની સાથે લઈ શકો છો.

કાઠીયાવાડી ભાખરી(bhakhri recipe in Gujarati)

#સુપરશેફ2
#ફ્લોરલોટ
#જુલાઈપોસ્ટ૭

ભાખરી તો બધા બનાવતા હશે,પણ કાઠીયાવાડી ભાખરી ની તો વાત જ અલગ છે.શુધ્ધ, સાત્વિક ને પૌષ્ટિક. આમ તો ગરમ ગરમ કાઠીયાવાડી ભાખરી સાથે કોઈ વસ્તુ ની જરૂર ન પડે પણ તમે ભાખરી સાથે શાક,ગોળ,ચા,અથાણું ગમે એની સાથે લઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૩ વાડકીઘઉં નો લોટ
  2. ૧/૪ વાડકીતેલ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. ૧/૩ ગ્લાસપાણી
  5. ભાખરી ઉપર ચોપડવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૧ કથરોટ લો. એમાં ઘઉં નો લોટ લો.લોટ માં વચ્ચે જગ્યા કરી મીઠું અને તેલ નાખો. હવે એમાં પાણી એડ કરી દો.

  2. 2
  3. 3

    પછી એ બધું લોટ સાથે આંગળીઓ ની મદદ થી મિક્સ કરો હળવા હાથે. આ લોટ ને ગુંદવાનો નથી.

  4. 4

    હળવા હાથે મિક્સ કરી લો ફોટા માં બતાવ્યા પ્રમાણે. પછી એના એક સરખા ૪ ભાગ પાડી લો

  5. 5

    હવે ગુંદયા વગર ગોળ ગુંદલું બનાવી વેલણ ની મદદ થી વણી લો. એની થીકનેસ બઉ જાડી પણ નહીં ને પતલી પણ નહીં એવી વણો.

  6. 6

    ગેસ પર માટી ની તાવડી મુકો ફૂલ આંચ પર.તાવડી તપે એટલે એમાં ભાખરી ચેડવો. બંને બાજુ ક્રિસ્પી થાય એ રીતે.(ગેસ ની આંચ જરૂરીયાત પ્રમાણે ધીમી કે ફુલ્લ કરવી)

  7. 7

    પછી તાવડી માં થી નીચે લઇ ઘી ની ચમચી થી આડા ઉભા ખાડા પાડી ઘી લગાવો. (એક ભાખરી માં એક થી દોઢ ચમચી ઘી નાખવું)

  8. 8

    ગરમ ગરમ ભાખરી...શાક, અથાણું,ચા,ગોળ ગમે એની સાથે ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayna J. Prajapati
Nayna J. Prajapati @cook_24736662
પર

ટિપ્પણીઓ

Similar Recipes