ડુંગળીયુ(dungariyu recipe in Gujarati)

Shilpa's kitchen Recipes
Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
રાજકોટ

#માઇઇબુક #ડુંગળીયુ #જુલાઈ #સુપરશેફ3

જ્યારે આપણી પાસે એક પણ શાક નથી ત્યારે આ ડુંગળીયુ ટેસ્ટી અને બેસ્ટ ઓપ્શન છે અને ફટાફટ બની જાય છે

ડુંગળીયુ(dungariyu recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇબુક #ડુંગળીયુ #જુલાઈ #સુપરશેફ3

જ્યારે આપણી પાસે એક પણ શાક નથી ત્યારે આ ડુંગળીયુ ટેસ્ટી અને બેસ્ટ ઓપ્શન છે અને ફટાફટ બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 લોકો
  1. 2ચમચા તેલ
  2. 1/2 tspજીરું
  3. 1/2tspહિંગ
  4. 10-12સૂકી મેથી દાણા
  5. 6-7મીઠા લીમડાના પાન
  6. 8-10મિડિયમ ડુંગળી
  7. સ્વાદ મુજબ મીઠુ
  8. 7-8કળી લસણ
  9. 1ઈંચ આદુ નો કટકો
  10. 1/2 tspહળદર
  11. ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાઉડર
  12. 2 tspધણા પાઉડર
  13. 1/2 કપમોળુ દહીં
  14. 1/2 કપમગફળીના દાણા નો ભુકો
  15. 1મોટું ટામેટું
  16. 2 tspબટર (માખણ)
  17. ગાર્નીશ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    ડુંગળીયુ બનાવવા માટે એક પેન માં તેલ લઈ tel ગરમ થાય એટલે તેમાં જીરૂ, મેથી દાણા, હીંગ, મીઠા લીમડાના પાન નાખી દો.

  2. 2

    ત્યાર બાદ તેમાં ડુંગળીના કટકા નાંખો. ડુંગળીના કટકા થોડા મોટા કરવાના છે.

  3. 3

    ત્યાર બાદ ડુંગળી ગુલાબી કલરની થાય ત્યાં સુધી પકવતા રહો. ત્યારબાદ તેમાં લસણ અને આદુ ને તેલ માં સાતળો.

  4. 4

    ત્યારબાદ તેમાં હળદર, મીઠું, નાખી 2 મિનિટ પકવતા રહો

  5. 5

    ત્યારબાદ ડુંગળીને એકબાજુ કરી બાજુ માં આવેલાં તેલ માં મગફળી ના દાણા નો ભુકો નાખી તેને તેલ માં સાતળો. ત્યારબાદ તેમાં મરચું, ધણા પાઉડર નાખી મિક્સ કરી લો

  6. 6

    ત્યારબાદ તેમાં ટામેટાં ના ઝીણા કટકા કરી નાંખી દો અને ફરીથી 2 મિનિટ ઢાંકીને પાકવા દો. ત્યારબાદ તેમાં દહીં અને 1 કપ પાણી નાખી ઢાંકીને ફરીથી પકવતા રહો.

  7. 7

    છેલ્લે તેમાં માખણ નાખી દો અને ઉપરથી કોથમીર નાખી સર્વ કરો. તૈયાર છે આપણું ટેસ્ટી એવું ડુંગળીયુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa's kitchen Recipes
Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
પર
રાજકોટ
મને cooking નો ખૂબ જ શોખ છે અને મારી youtube channel પણ છે જેમાં હું નવી નવી રસોઇ ના વીડિયો શેર કરું છું તમે પણ જો રસોઇ ના શોખીન હોય અને નવી નવી રસોઇ ના વીડિયો જોવા હોય તો મારી youtube channel ને subscribe કરી લેજો..I love making new recipes and feeding them allમારી channal નું નામ shilpa's kitchen recipes & health tips છેhttps://www.youtube.com/channel/UCEtcwHzapmKC65rxC9RcAOw
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes