વેજ. ફ્રેન્કી

Payal Patel
Payal Patel @Payalpatel76
Ankleshwar

#સુપરશેફ૩
#જુલાઈ
#મોનસુનસ્પેશીયલ
#પોસ્ટ૪
.
.
.
આજ ની મારી વાનગી છે જે ચોમાસામાં વરસાદ પડ્યો હોય ને ઠંડક ના વાતાવરણમાં માં ગરમ ગરમ અને તીખી ચટપટી વાનગી વેજ. ફ્રેન્કી જે બાળકો અને યુવાનો ને તો ખુબજ પસંદ પડે અને વડીલો ને પણ મજા આવે એવી વાનગી.

વેજ. ફ્રેન્કી

2 કમેન્ટ્સ કરેલ છે

#સુપરશેફ૩
#જુલાઈ
#મોનસુનસ્પેશીયલ
#પોસ્ટ૪
.
.
.
આજ ની મારી વાનગી છે જે ચોમાસામાં વરસાદ પડ્યો હોય ને ઠંડક ના વાતાવરણમાં માં ગરમ ગરમ અને તીખી ચટપટી વાનગી વેજ. ફ્રેન્કી જે બાળકો અને યુવાનો ને તો ખુબજ પસંદ પડે અને વડીલો ને પણ મજા આવે એવી વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
  1. ૧ કપમેંદો
  2. ૧ કપઘઉંનો લોટ
  3. ૨ ચમચીતેલ મોણ માટે
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. મીડીયમ સાઈઝ ના બટાકા
  6. ૩ ચમચીબારીક સમારેલું મરચું
  7. થી ૧૦ કળી બારીક સમારેલું લસણ
  8. ઈંચ આદું બારીક સમારેલું
  9. કોથમીર
  10. ૧/૪ ચમચીવીનેગાર
  11. tbsp. ચાટ મસાલો
  12. ૧/૪tbsp. ગરમ મસાલો
  13. ૧/૪tbsp. શેકેલા જીરાનો પાઉડર
  14. ૧/૪tbsp. મરી પાઉડર
  15. ૧/૨ tbspલાલ મરચું પાઉડર
  16. ૧/૨ tbspધાણાાીરુંજ
  17. ૧/૪tbsp. ‌હળદર
  18. ‌થી ૧૦ ફુદીના ના પાન
  19. લીંબુ
  20. ૧/૨ કપશેકેલા શીંગદાણા
  21. ૧/૨કોબીજ પતલી સમારેલીલ
  22. ડુંગળી પતલી સમારેલી

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    પહેલા આપણે ફ્રેન્કી બનાવવા માટે લોટ બાંધવો તેના માટે ૧ કપ મેંદો અને ૧ કપ ઘઉંનો લોટ, ૨ ચમચી તેલ મોણ માટે, ૧/૨‌ ચમચી મીઠું નાખી અને પાણી ઉમેરી લોટ બાંધવો. (લોટ ને રોટલી નો લોટ બાંધીએ તેવો રાખવો.) લોટ ને ભીનું કપડું ઢાંકી ને ૨૦ મીનીટ સુધી મુકીને રાખો

  2. 2

    હવે આપણે ફ્રેન્કી મસાલો બનાવવા માટે ઉપર બતાવેલ સામગ્રી માંથી ચાટ મસાલો, ગરમ મસાલો, શેકેલા જીરાનો પાઉડર, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, મરી પાઉડર આ બધું મીક્સ કરો એટલે તૈયાર છે ફ્રેન્કી મસાલો

  3. 3

    હવે આપણે બનાવશું લીલી ચટણી તેના માટે લસણ,આદું, લીલું મરચું, ફુદીના ના પાન, કોથમીર, શીંગદાણા, મીઠુ ૧/૪ ચમચી અને લીબુ આ ‌બધુ મીકસર મા પીસી લો એટલે લીલી ચટણી તૈયાર

  4. 4

    હવે આપણે ચીલી પીકલશ બનાવવા માટે ૧ વાટકા માં ૧/૪ કપ વીનેગાર લેશું અને તેમાં ૩ ઝીણી સમારેલું લીલું મરચું ઉમેરો અને થોડું મીઠું નાખી ને હલાવી ને ૨૦‌ મી‌ની‌ટ મુકી રાખો

  5. 5

    હવે આપણે ફ્રેન્કી માટે બટાકા નો મસાલો બનાવવા માટે એક કઢાઈમાં ૨ ચમચી તેલ ગરમ કરી તેમાં હીંગ અને હળદર પાઉડર નાખી અને પછી તેમાં બારીક સમારેલું લસણ, આદું અને લીલું મરચું નાખી થોડું શેકો પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને તેમાં બાફેલા બટાકા નો મેશ ઉમેરો ત્યાર બાદ તેમાં ૨ ચમચી ફ્રેન્કી મસાલો અને કોથમીર અને લીંબુ નીચોવી બરાબર મિક્સ કરો. પછી તેના ચપટી લાંબી ટીક્કી બનાવી એક તવી માં તેલ નાખી બંને બાજુ શેકી લો.

  6. 6

    હવે આપણે લોટ બાંધ્યો હતો તેમાં થી નાના લુઆ કરી ને પતલી રોટલી બનાવી બંને બાજુ થોડી થોડી શેકી લો

  7. 7

    હવે આપણે ફ્રેન્કી ને તૈયાર કરવામાં માટે ઉપર બનાવેલી બધી સામગ્રી તૈયાર કરી એક તવી ઉપર થોડું તેલ મૂકી શેકેલી રોટલી ને બંને બાજુ ફરી શેકો પછી એક બાજુ લીલી ચટણી લગાડી તેના પર બટાકા ની ટીક્કી મુકી પછી તેના પર પતલી સમારેલી ડુંગળી અને કોબીજ મુકો. ત્યાર બાદ તેના પર થોડું ચાલી પીકલશ નાખી. ફ્રેન્કી મસાલો અને કોથમીર ભભરાવી રોટલી ને બંને બાજુ થી પેક કરી દો. અને સોસ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Patel
Payal Patel @Payalpatel76
પર
Ankleshwar

Similar Recipes