સ્પાઈસી પૌવા

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

#માયઈબુકપોસ્ટ20
પૌવા એક લાઈટ નાશ્તો છે. જેને તમે બ્રેકફાસ્ટ માં લઇ શકો છો. અહીં મેં થોડા અલગ મસાલા નો ઉપયોગ કરીને એક અલગ ટેસ્ટ આપ્યો છે.

સ્પાઈસી પૌવા

#માયઈબુકપોસ્ટ20
પૌવા એક લાઈટ નાશ્તો છે. જેને તમે બ્રેકફાસ્ટ માં લઇ શકો છો. અહીં મેં થોડા અલગ મસાલા નો ઉપયોગ કરીને એક અલગ ટેસ્ટ આપ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 કપપૌવા
  2. 1 ચમચીમરચું પાઉડર
  3. 1 ચમચીઓરેગાનો
  4. 1/2 ચમચીમરી પાઉડર
  5. 1 ચમચીઆદુનોપાવડર
  6. 1 ચમચીલસણ નો પાઉડર
  7. 1 ચમચીપીસેલી ખાંડ
  8. લીંબુ નો રસ
  9. મીઠુ સ્વાદ મુજબ
  10. શીંગદાણા નો ભૂકો
  11. 1સમારેલું બટાટુ
  12. 1કાંદા સમારેલા
  13. 1ટામેટું સમારેલુ
  14. 1કેપ્સિકમ સમારેલું
  15. 1/2 કપબાફેલા મકાઈ
  16. હળદર પાઉડર
  17. 1/2 ચમચીરાઈ
  18. 2-3આખા લાલ મરચા
  19. ધાણાભાજી
  20. સેવ
  21. દાડમ (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌપ્રથમ પૌવા ને ધોઈ ને 5મિનિટ માટે પાણી માં પલાળી લો. ત્યારબાદ ચારણી માં કાઢી કોરા કરી લેવા.

  2. 2

    હવે એક વાટકા માં મરચું પાઉડર, ઓરેગાનો, મરી પાઉડર, આદુલસન નો પાઉડર, મીઠુ, પીસેલી ખાંડ ઉમેરી મિક્સ કરી ને મસાલો તિયાર કરી રાખવો. (આદુલસન નો પાઉડર ના હોય તો પેસ્ટ પણ ઉમેરી શકાય.)

  3. 3

    હવે એક પેન માં તેલ મૂકી રાઈ અને આખા મરચા ઉમેરો. હવે તેમાં બટાટુ, ઉમેરી ચડવા દેવું.

  4. 4

    બટાટુ ચડે એટલે તેમાં સમારેલા કાંદા, ટામેટા, કેપ્સિકમ ઉમેરી 2-3મિનિટ માટે કૂક થવા દેવું. ત્યારબાદ તેમાં બાફેલી મકાઈ ઉમેરો.

  5. 5

    હવે તેમાં હળદર પાઉડર, લીંબુ નો રસ, તિયાર કરેલ મસાલો, મીઠુ સ્વાદ મુજબ નાખી પૌવા ઉમેરી મિક્સ કરી લેવું. 4-5મિનિટ માટે કૂક થવા દેવું.

  6. 6

    તિયાર છે સ્પાઈસી પૌવા તેને સેર્વિંગ પ્લેટ માં કાઢી ઉપર થી સેવ, ધાણાભાજી, દાડમ નાખી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes