મિક્સ વેજ મસાલા મેગી(mix veg masala maggi recipe in Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#સુપરશેફ3
#મોન્સૂન
#માઇઇબુક
#Post27
ફ્રેંડ્સ ને આજે મસાલા મેગી બનાવી છે. અમે નાના હતા ત્યારે સાંજના સમયે ભૂખ લાગે અને ઠંડું વાતાવરણ હોય ત્યારે મારા મમ્મી અમને નાસ્તામાં વેજિટેબલ્સ મેગી બનાવી દે. જેથી મેગીના બહાને વેજિટેબલ્સ પણ આપણે ખાઈએ અને બધા વિટામિન્સ આપણને મળે.

મિક્સ વેજ મસાલા મેગી(mix veg masala maggi recipe in Gujarati)

#સુપરશેફ3
#મોન્સૂન
#માઇઇબુક
#Post27
ફ્રેંડ્સ ને આજે મસાલા મેગી બનાવી છે. અમે નાના હતા ત્યારે સાંજના સમયે ભૂખ લાગે અને ઠંડું વાતાવરણ હોય ત્યારે મારા મમ્મી અમને નાસ્તામાં વેજિટેબલ્સ મેગી બનાવી દે. જેથી મેગીના બહાને વેજિટેબલ્સ પણ આપણે ખાઈએ અને બધા વિટામિન્સ આપણને મળે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
ત્રણથી ચાર
  1. 2મોટા પેકેટ મેગી
  2. 1મોટુ બટેટુ
  3. 1ગાજર
  4. 1કેપ્સિકમ
  5. 1/2વાટકી અમેરિકન મકાઈ ના દાણા
  6. 1/2વાટકી વટાણા
  7. સ્વાદ અનુસારમીઠું
  8. દોઢ ગ્લાસ પાણી
  9. 1પેકેટ મેગી નો મસાલો
  10. 2 ચમચીતેલ
  11. ચારથી પાંચ પાન બેસીલ અથવા તો તુલસી
  12. 1 ચમચીટોમેટો કેચપ (optional)

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટાની છાલ ઉતારી નાના કટકા કરી સુધારી લો. ત્યારબાદ ગાજરની પણ છાલ ઉતારી નાના નાના પીસમાં કાપી લો.

  2. 2

    ત્યારબાદ અમેરિકન મકાઈ ના દાણા પણ છૂટા કરી લો અને વટાણાના દાણા પણ છૂટા કરી લો.

  3. 3

    હવે કેપ્સીકમ ને પણ ઝીણા સમારી લો હવે કુકરમા થોડું તેલ મૂકી સમારેલા વેજિટેબલ્સ નાખો.

  4. 4

    ત્યારબાદ મેગી અને સ્વાદ અનુસાર મીઠું નાખી હલાવો.ત્યાર બાદ દોઢ ગ્લાસ પાણી નાખી કૂકરમાં બે સીટી થવા દો.

  5. 5

    થોડીવાર બાદ કુકર થોડું ઠંડુ પડે સર્વિંગ પ્લેટમાં વેજીટેબલ એન્ડ મસાલા મેગી સર્વ કરો. ઉપર થોડો કેચપ નાખી સજાવો અને થોડો મેગી મસાલો પણ નાખો.

  6. 6

    ઉપર થી પાંચ બેઝિન અથવા તો તુલસીના પાન નાખી સજાવો.તો ફ્રેન્ડ રેડી છે આપણી વેજિટેબલ્સ એન્ડ મસાલા મેગી જે નાના-મોટા સૌને ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes