કેસર-બદામ નો મઠ્ઠો (kesar-badam no matho recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#ઉપવાસ
ગરમી માં ઠંડક આપે તેવું અને ઉપવાસ માટે પરફેકટ....નાના બાળકો થી મોટા દરેક લોકો ને શ્રીખંડ ભાવતો હોય છે. મઠ્ઠો તે શ્રીખંડ કરતાં વધારે ઘટ્ટ હોય છે. ફ્રૂટ મઠ્ઠો, ડ્રાયફૂટ મઠ્ઠો પણ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 1લીટર દૂધ નું દહીં
  2. 200 ગ્રામખાંડ નો પાઉડર (જરૂર મુજબ)
  3. 10 નંગબદામ ની કાતરી
  4. 1/2 નાની ચમચીઈલાયચી નો ભૂકો
  5. ચપટીકેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દહીં ને કોટન કપડાં માં બાંધી લગભગ 24 કલાક ફ્રિજ માં રાખો. જેથી ખાટું ન થાય.લગભગ 400ગ્રામ ઘટ્ટ મસ્કો તૈયાર થશે. ખાંડ ને મિક્સરમાં ક્રશ કરી ભૂકો કરો. કેસર ને 1 ચમચી દૂધ નાખી પલાળી રાખો. પછી ગરણા અથવા ચારણી માં થોડોક મસ્કો અને ખાંડ નો પાઉડર નાખી ચાળવો.

  2. 2

    જરૂર મુજબ ખાંડ વધારે કે ઓછી લઈને શકાય છે. તેમાં ઈલાયચી નો ભૂકો, કેસર,બદામ ની કાતરી ઉમેરો. મિક્સ કરી ઠંડું કરવા ડીપ ફ્રિજ માં રાખો.

  3. 3

    ઠંડું - ઠંડું ઉપર ગુલાબી ની પાંખડી ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes