નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538

મેં આ ખમણ પહેલી વાર જ બનાવ્યાં. દેખાવ કરતાં પણ સ્વાદ માં બહુ જ સરસ થયાં.. તમે પણ ટ્રાય કરજો😊.

નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)

મેં આ ખમણ પહેલી વાર જ બનાવ્યાં. દેખાવ કરતાં પણ સ્વાદ માં બહુ જ સરસ થયાં.. તમે પણ ટ્રાય કરજો😊.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
3 વ્યક્તિ
  1. 2 કપચણા નો જીણો લોટ
  2. 1-1/2 કપ પાણી
  3. 1/4 કપતેલ
  4. 1/4 કપખાંડ
  5. 1/2 નાની ચમચીહળદર
  6. 1/2ચમચી લીંબુ નું રસ અથવા લીંબુ નાં ફુલ
  7. 2 નાની ચમચીમીઠું
  8. 1 ચમચીઇનો અથવા ખાવાનો સોડા
  9. વઘાર માટે:
  10. 3 મોટી ચમચીતેલ
  11. 2 ચમચીરાઈ
  12. ચપટીહિંગ
  13. 2 ચમચીસફેદ તલ
  14. 3-4લીલા મરચાં લાંબા કાપેલા
  15. 10-12મીઠાં લીમડાના પાન
  16. 1-1/2 કપ પાણી
  17. 1/4 કપખાંડ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં લોટ લઈ, તેમાં હળદર,મીઠું, ખાંડ, તેલ,પાણી નાખી બરાબર 5 મિનીટ સુધી હલાવો.

  2. 2

    ત્યાર બાદ ઢોકળા મૂકવાના સ્ટેન્ડ માં પાણી ગરમ કરવા મૂકવું. પાણી ગરમ થાય એટ્લે તે થાળી તેલ થી ગ્રીસ કરવી. ત્યાર બાદ ખીરા માં ઇનો ઉમેરી ફટાફટ 3 થી 4 મિનીટ સુધી એક જ બાજુએ હલાવવું. અને ગ્રીસ કરેલી થાળી માં ધીમે ધીમે નાખતાં જવું.

  3. 3

    લગભગ 15 થી 20 મિનીટ માં ઢોકળા ચડી જશે. ચપ્પુ ની મદદ વળે વચ્ચે કાપો મારીને ચેક કરી લેવું. થઈ ગયા બાદ તેને અડધો કલાક ઠંડું થવા દેવું. ત્યાં સુધી વઘાર કરી લઇએ.

  4. 4

    વઘાર કરવા માટે મોટો તાંસરો તેલ નાખી ગરમ કરવા મૂકો. તેલ નાખી ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, લીલાં મરચા, લિમબડા નાં પાન, તલ નાખી પાણી ઉમેરવું. ત્યાર બાદ તેમાં ખાંડ, લીંબુ નાખી એક ઉભરો આવવા દેવો. પછી ગેસ બંધ કરી દો.

  5. 5

    ત્યાં સુધી ખમણ ઠંડાં થઈ ગયાં હશે.. એટ્લે તેમાં ચપ્પુ ની મદદ વળે કટ કરી લો. કરેલો વઘાર બધો ખમણ પર પાથરી દો.. લગભગ 15 થી 20 મિનીટ માં આ ખમણ ખાવા માટે ઉપયોગ માં લઈ શકાય..ચણા નો લોટ પાણી બધું શોષી લેશે..એટ્લે થોડી વાર વઘાર રેડી રેવા દેવું. તૈયાર છે ગરમાગરમ ખમણ 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
પર

ટિપ્પણીઓ

Similar Recipes