દિલ્હીવાળી ખસ્તા કચોરી (Delhi vali Khasta Kachori Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

#MFF
#JSR
#moongdaalkachori
#delhiwalikhastakachori
#indorikachori
#tariwalealoo
#streetfood
#cookpadindia
#cookpadgujarati

આ દિલ્હી અને ઉત્તર ભારતનો પારંપરિક નાસ્તો છે, આ ખસ્તા કચોરીને બે દિવસ માટે ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. આ કચોરી સ્વાદિષ્ટ બટાકાની કરી અને આમલીની ચટણી સાથે પીરસવામાં છે, જેનો સ્વાદ કચોરીને સ્વાદિષ્ટ વધારે બનાવે છે.

દિલ્હીવાળી ખસ્તા કચોરી (Delhi vali Khasta Kachori Recipe In Gujarati)

#MFF
#JSR
#moongdaalkachori
#delhiwalikhastakachori
#indorikachori
#tariwalealoo
#streetfood
#cookpadindia
#cookpadgujarati

આ દિલ્હી અને ઉત્તર ભારતનો પારંપરિક નાસ્તો છે, આ ખસ્તા કચોરીને બે દિવસ માટે ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. આ કચોરી સ્વાદિષ્ટ બટાકાની કરી અને આમલીની ચટણી સાથે પીરસવામાં છે, જેનો સ્વાદ કચોરીને સ્વાદિષ્ટ વધારે બનાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૬ વ્યક્તિ
  1. કણક બનાવવા માટે ♈️
  2. ૨ કપમેંદો
  3. ૧/૨ ચમચીમીઠું
  4. ૧ ચમચીઅજમો
  5. ૪ ચમચીઘી
  6. જરૂર મુજબ પાણી
  7. સ્ટફિંગ બનાવવા માટે ♈️
  8. ૧/૨ કપમગની મોગરદાળ
  9. ૩ ચમચીતેલ
  10. ૪ ચમચીબેસન
  11. ૧ ચમચીવરિયાળી
  12. ૧ ચમચીજીરું
  13. ૧ ચમચીકાળા મરી પાઉડર
  14. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  15. ૧/૨ ચમચીહળદર પાઉડર
  16. ૧ ચમચીધાણા પાઉડર
  17. ૧ ચમચીગરમ મસાલો
  18. ૧ ચમચીકસુરી મેથી
  19. ૧ ચમચીહિંગ + ૧ ચમચી પાણી
  20. ૧ ચમચીઆમચૂર પાઉડર
  21. ૧ ચમચીસંચળ
  22. તળવા માટે તેલ જરૂર મુજબ
  23. તરીવાળા બટાકાનું શાક બનાવવા માટે ♈️
  24. ૧ ચમચીતેલ
  25. ૧ ચમચીજીરું
  26. ૧ ચમચીધાણાજીરું
  27. ૧ ચમચીકાળા મરી
  28. ૨ નંગ આખા સૂકા મરચા
  29. ૧ ચમચીહિંગ + ૨ ચમચી પાણી
  30. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  31. ૧ ચમચીધાણા પાઉડર
  32. સમારેલા ટામેટાં
  33. બાફીને સમારેલા બટાકા
  34. ૧.૫ ગ્લાસ પાણી
  35. ૧ ચમચીગરમ મસાલો
  36. ૧ ચમચીકસુરીમેથી
  37. ૨ ચમચીસમારેલી કોથમીર
  38. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક બાઉલમાં મેંદો, મીઠું, અજમો અને ઘી ઉમેરીને મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરીને પરોઠા જેવી કણક બાંધી તેને ભીના કપડાથી ૩૦ મિનીટ માટે ઢાંકીને રાખો. પછી કણક મસળીને નાના એકસરખા લૂઆ બનાવીને ભીના કપડાથી ઢાંકી દો.

  2. 2

    મગની દાળને સારી રીતે ધોઈ લો અને તેને ૪ થી ૫ કલાક પાણીમાં પલાળી રાખો, વધારાનું પાણી નિતારીને મિક્સરમાં બરછટ પીસી લો.

  3. 3

    પેન ગરમ કરો, તેલ અને બેસન ઉમેરો અને ૫ મિનિટ માટે શેકી લો, પછી વરિયાળી, ધાણાજીરું, મરી, લાલ મરચું, હળદર, ધાણા પાઉડર, ગરમ મસાલો અને કસુરી મેથી ઉમેરી મિક્સ કરો. પછી પીસેલી મગની દાળ મિક્સ કરો અને મગની દાળમાંથી પાણી બળી જાય ત્યાંસુધી સાંતળી લો.

  4. 4

    હવે, હિંગ અને પાણીનું મિશ્રણ, આમચૂર પાઉડર અને સંચળ ઉમેરીને મિક્સ કરી ૨ મિનિટ સાંતળી લો. આ મિશ્રણ થાળીમાં કાઢી ઠંડુ કરી લો. પછી લીંબુ જેવા એકસરખા ગોળા વાળી લો.

  5. 5

    હવે, કણકના ગોળા લો અને તેને નાના બાઉલના કદમાં આકાર આપીને પોલાણ બનાવો, મધ્ય ભાગને બાજુઓ કરતા થોડો જાડો રાખો, મિશ્રણના બોલ મૂકી બાજુઓને એકબીજા સાથે જોડીને કણકના બોલને સીલ કરો. પછી હથેળીમાં મૂકી આંગળીઓથી કિનારીને પાતળી કરી લો.

  6. 6

    તળવા માટે કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં ૩ કે ૪ કચોરી ઉમેરી ધીમા તાપે ૧૦ થી ૧૨ મિનિટ સુધી સોનેરી રંગની થાય ત્યાંસુધી તળી લો.

  7. 7

    એક કડાઈમાં તેલ, જીરું, ધાણાજીરું, કાળા મરી અને આખા સૂકા મરચા નાખીને એક મિનિટ સાંતળો. પછી તેમાં હિંગનું પાણી ઉમેરીને 1/2મિનિટ સાંતળો. પછી, લાલ મરચું પાઉડર અને ધાણાજીરું ઉમેરીને તેને પણ એક મિનિટ માટે સાંતળો.

  8. 8

    ટામેટાં ઉમેરો અને ૫ મિનિટ માટે સાંતળીને સ્મેશ કરી લો. પછી તેમાં બાફેલા બટાકા ઉમેરીને થોડા સ્મેશ કરી લો. પછી પાણી, મીઠું, ગરમ મસાલો અને કસુરી મેથી ઉમેરીને મિક્સ કરી ૫-૭ મિનિટ ઉકળવા દો. કોથમીર નાંખીને સારી રીતે મિક્સ કરી લો. તો, તરીવાળા બટાકાનું શાક તૈયાર છે.

  9. 9

    હવે, કચોરીને તોડીને એક બાઉલમાં મૂકો.

  10. 10

    તેની ઉપર તરીવાળા બટાકા, મીઠી ચટણી, આદુની કતરણ અને મરચા ઉમેરીને પીરસો.

  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes