"રાઇતું"(raitu recipe in gujarati

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#સાતમ
#વેસ્ટ ગુજરાત
ગુજરાતમાં બાર મહિને આવતો તહેવાર શિતળા સાતમ .બહેનો હોંશેહોંશે વિવિધ રસોઈ બીજ-ત્રીજથી બનાવવાનું શરૂ કરે .કારણ ઘણાને આ સાતમ નિમિત્તે તાવડો ન મંડાય.તેથી ઘણા એકલા થેપલા જ બનાવે.પણ રાઇતું તો સૌ બનાવે જ.થેપલા-રાઇતું એક અનોખું જ સંયોજન .બીજી બધી ભારે વાનગી એટલે કે,મિઠાઈ ફરસાણ ખાય તેને પચવામાં મદદ કરતી વાનગી એટલે 'રાઇતું' તો આજે હું આપની સમક્ષ રાઇતું ની રેશિપી લઈને આવી છું. જે તમે જરૂરથી બનાવશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 0ll લીટર દૂધ.ઘરે મેળવીને બનાવેલું દહીં
  2. 2 ચમચીરાઈ 2 થી 3 કલાક પલાળેલી
  3. 5-6 ચમચીદળેલી ખાંડ
  4. 0ll ચમચી/જરૂર મુુુજબ મીઠું
  5. 4-5કેળાં પતીકાં કરીને
  6. 75 ગ્રામકાકડી નું છીણ
  7. 50 ગ્રામદાડમના દાણા
  8. 2 ચમચીફ્રેશ ટોપરાનુ છીણ
  9. 3લીલાં મરચાંની જીણી કટકીઓ કરીને
  10. 1 ચમચીબદામની છીણ
  11. 3 ચમચીબેસન સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પલાળેલી રાઈમાંથી એક વાટકીમાં પાણી નીતારી લો.અને પત્થરની ખરલમાં રાઈને જીણી વાટી લો પછી તેમાં એક ચમચી તેનું નીતારેલુ પાણી ઉમેરી ઘુટો પાણીની જરૂર લાગે તેમ નીતારેલુ પાણી ઉમેરી ઘુટતા જાઓ.ઘુટાઈને એકદમ મલમ જેવુ થાય પછી ખૂબ વાર (10 મિનીટ) ફીણો

  2. 2

    હવે ફીણેલી રાઈને દહીં માં ઉમેરી દો અને મીઠુંઅને ખાંડ ઉમેરો અને મિકસ કરી લો.

  3. 3

    ત્યારબાદ તેમાં કેળાં, કાકડી,તથા દાડમના દાણા ટોપરૂ મરચાંની કટકીઓ ઉમેરી મિકસ કરીલો.બદામની છીણ ઉમેરી દો.અને મિક્સ કરીલો.(તમે ઈચ્છો તો લીલાં ધાણા એક ચમચી અને ચપટી લાલ કાશ્મીરી મરચું ઉમેરી મિક્સ કરી શકો છો.મેં અહીં એવોઈડ કરેલ છે.) બેસન સેવ બાકી રાખવાની સવૅ કયૉ પછી વ્યક્તિ ખાય ત્યારે જ ઉમેરવી નહીં તો સેવ પલળી જતાં સ્વાદ બદલાય જાય.

  4. 4

    હવે સર્વિંગ બાઉલમાં રાઇતું લઈ દાડમના દાણાથી ગાર્નીશ કરી સવૅ કરો.ખાતી વખતે સેવ ઉમેરવી.તૈયાર છે ખાટું-મીઠું "રાઇતું".

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes