સેન્ડવીચ (sandwich recipe in Gujarati)

Nisha
Nisha @nisha_sangani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબટેટા
  2. 2પેકેટ બ્રેડ
  3. 2 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  4. 4ડુંગળી ઝીણી સમારેલી
  5. 2 ચમચીમીઠુ
  6. 1/4 ચમચી હળદર
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. ૧ ચમચીખાંડ
  9. લીંબુનો રસ
  10. કોથમરી
  11. 2 ચમચીતેલ ડુંગળી સાંતળવા
  12. ઘી સેન્ડવીચ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટાને કૂકરમાં બાફી લેવા તેની છાલ ઉતારી તેને મેશ કરવા આદુ મરચા લસણની પેસ્ટ કરવી

  2. 2

    હવે મેસ કરેલા બટેટા માં આદુ-મરચા-લસણની પેસ્ટ મીઠું હળદર ધાણાજીરું અને ખાંડ નાખી મિક્સ કરો

  3. 3

    ડુંગળીને ઝીણી સમારવી એક પેનમાં 2 ચમચી તેલ મૂકી તેમાં ડુંગળીને સાંતળી લેવી

  4. 4

    હવે બટેટાના માવામાં સાંતળેલી ડુંગળી મિક્સ કરવી તેમાં લીંબુનો રસ અને કોથમીર નાંખી માવો તૈયાર કરવો

  5. 5

    હવે એક બ્રેડ લઇ તેના પર તૈયાર કરેલી માવો સ્પ્રેડ કરો તેના પર બીજી બ્રેડ મૂકવી આ રીતે બધી બ્રેડ ભરી લેવી

  6. 6

    સેન્ડવીચ ટોસ્ટર ને ગરમ કરી તેમાં ઘી લગાવી તેના પર તૈયાર કરેલી બ્રેડ મૂકી દેવી તેના પર ફરીથી ઘી લગાવી ટોસ્ટર બંધ કરી સેન્ડવીચ શેકી લેવી

  7. 7

    તૈયાર છે ગરમા ગરમ સેન્ડવીચ તેને ચટણી તથા સોસ સાથે સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

Similar Recipes