રસગુલ્લા કસ્ટાર્ડ ટ્રીફલ (Rasgulla Custard trifle recipe in Gujarati)

Chandni Modi
Chandni Modi @cook_25002415
Vadodara

#ઈસ્ટ

#સાતમ

રસગુલ્લા એક બેંગાલી અને ઓડિશા ની મીઠાઈ છે. રસગુલ્લા જોય ને ખાવાની ઈચ્છા ખૂબ થાય પણ આજકાલ કોઈ પણ વાનગી બનાવવી એટલી સરળ થઇ ગઇ છે કે ક્યારે બનાવીએ એવું પણ થઈ છે અને ઘણા સમય થી ઈચ્છા હતી બનાવવાની અને ઈસ્ટ ઇન્ડિયા રેસીપી કંટેસ્ટ નાં કારણે બનાવવા નો મોકો મળ્યો. અને રસગુલ્લા ને કસ્ટાર્ડ ટ્રીફલ સાથે ફ્ફયુઝન કરી ને બનાવ્યા અને ખૂબ જ યમ્મી ડેઝર્ટ બન્યું છે. જે તમે ઘર ના નાના પ્રસંગે અથવા પાર્ટીમાં પણ મેનુ માં ઉમેરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક પનીર અને કસ્ટાર્ડ રેસ્ટ,૧૦ મિનિટ ટ્રીફલ ને
  1. રસગુલ્લા બનાવવા માટે
  2. ૧ લિટરદૂધ
  3. 1આખું લીંબુ નો રસ અથવા વિનેગર ૧ ચમચી
  4. ૨ કપખાંડ
  5. ૫ કપપાણી
  6. ઇલાયચી પાઉડર ચપટી જેટલો
  7. થોડાબરફ ના ટુકડા
  8. ૧ ગ્લાસઠંડુ પાણી
  9. કસ્ટાર્ડ ટ્રીફલ બનાવવા માટે
  10. ૧ કપદૂધ
  11. ૧ મોટી ચમચીવેનીલા કસ્ટાર્ડ પાઉડર
  12. ખાંડ ૪-૫ ચમચી અથવા મીઠાઈ મેડ ૩ મોટી ચમચી
  13. તાજા દાડમ ના દાણા (એક આખું દાડમ)
  14. તાજુ સફરજન નાના ટુકડા કરેલું
  15. કીવી ૧ નાના ટુકડા કરેલું
  16. કાજુ અને પિસ્તા ના ટુકડા ગાર્નિશ કરવા માટે
  17. કેસર ના ૭-૮ તાંતણા ગાર્નિશ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક પનીર અને કસ્ટાર્ડ રેસ્ટ,૧૦ મિનિટ ટ્રીફલ ને
  1. 1

    એક તપેલી માં દૂધ લઈ ગરમ કરી ઊકળે એટલે લીંબુ નો રસ ઉમેરી પાણી છૂટું પડે અને પનીર બને ત્યાં સુધી બરાબર મિકસ કરવું. બીજા બાઉલ માં એક કપડું લઈ ફડેલું દૂધ ને ગાળવું. અને ઉપર થી એક કપ ઠંડુ પાણી ઉમેરી ધોઈ લેવું એટલે લીંબુ ની ખટાશ અને સ્મેલ નીકળી જશે.

  2. 2

    કપડાં માં બરાબર સ્કવિઝ કરી ૧ કલાક સુધી રાખવું. પનીર ને ૧ કલાક રાખી ત્યાં સુધી એક પેન માં ખાંડ લઈ એમાં પાણી અને ચપટી જેટલો ઇલાયચી પાઉડર ઉમેરીને મધ્યમ ગેસ પર ૫ મિનિટ માટે બોઇલ કરી એક તાર થાય એવી ચાશની તૈયાર કરવી.

  3. 3

    ૧ કલાક પછી મોઇસ્ટ પનીર ને એક પ્લેટ માં લઇ ક્રમ્બલ જેવું છૂટું કરી હથેળી થી ધીરે ધીરે ૫ મિનિટ સુધી મેશ કરવું. સ્મૂધ અને સોફ્ટ ડો બન્યા પછી નાના બોલ સાઈઝ નો આકાર આપવું.

  4. 4

    પનીર બોલ્સ ને બોઈલ થતી ચાશની માં ઉમેરી ૧૦ મિનિટ સુધી બોઈલ્ કરવું. એક બાઉલ માં બરફ નાં ટુકડા અને ઠંડુ પાણી લઈ એમાં રસગુલ્લા ઉમેરી એકદમ ઠંડુ કરવું. બરફ ના ટુકડા માં ઉમેરવા થી રસગુલ્લા નો આકાર હશે એવો જ રેહશે.

  5. 5

    એક તપેલી માં દૂધ ગરમ કરવા મૂકવું. એક કપ માં કસ્ટાર્ડ પાઉડર લઇ એમાં થોડું દૂધ ઉમેરી મિશ્રણ તૈયાર કરી બોઈલ થતાં દૂધ માં ઉમેરી થીક થાય ત્યાં સુધી મિક્સ કરવું એટલે કસ્ટાર્ડ તૈયાર થશે.

  6. 6

    કસ્ટાર્ડ ને એક કલાક રેફ્રિજરેટ કરવું. કટ કરેલા ફ્રૂટસ ને ચાશની માં ૫ મિનિટ રાખવા. એક કલાક બાદ એક કાચ ના ગ્લાસ માં પહેલા ફ્રૂટસ નું લેયર મૂકવું.તેની ઉપર કસ્ટાર્ડ નું લેયર.તેની ઉપર રસગુલ્લા ના ટુકડા નું લેયર. એ રીતે આખું ગ્લાસ તૈયાર કરી ઉપર કાજુ, પિસ્તા થી ગાર્નિશ કરવું અને ઉપર ફરી એક આખો રસગુલ્લા મૂકી ઉપર કેસર થી સજાવી ઠંડુ ઠંડુ સર્વ કરવું.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandni Modi
Chandni Modi @cook_25002415
પર
Vadodara
Cooking different dishes always makes my soul happiest ever 🥰👩‍🍳
વધુ વાંચો

Similar Recipes