ઘેંસ (ghesh recipe in gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

#ફટાફટ
# ગુરુવાર
ઘેંસ એ એક ગામઠી વિસરાયેલી વાનગી છે. જેની ગણના પૌષ્ટિક આહારમાં થાય છે. આજના આ ફાસ્ટફૂડના જમાનામાં લગભગ દરેક વ્યક્તિમાં વિટામીન B12 ની ઉણપ જોવા મળે છે. જયારે આ વાનગીને અઠવાડિયામાં 2 વખત નિયમિત રીતે આરોગવાથી એકાદ બે મહિનામાં વિટામીન B12 ની ઉણપ દૂર થાય છે. આ વાનગીને ઘણા લોકો અલગ પ્રકારના શાકભાજી નાંખીને બનાવે છે. પણ હું ઓરિજિનલ ગામઠી સ્ટાઇલ થી જ બનાવું છું. બહુ ઓછા ઘટકો થી બનતી આ વાનગી ખૂબજ ફટાફટ થાય છે અને બિમાર વ્યક્તિ માટે આ વાનગી ખૂબજ અસરકારક રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
2-3 વ્યક્તિ
  1. 2 વાડકીકણકી
  2. 1 વાડકીખાટું દહીં
  3. 4-5વાટેલા લીલાં મરચાં
  4. સ્વાદમુજબ મીઠું
  5. પા વાટકી ઝીણી સમારેલી કોથમીર
  6. વઘાર માટે 2 ચમચી ચોખ્ખું ઘી, 1 ચમચી જીરું,1 ચમચી તલ,ચપટી હીંગ
  7. લગભગ 7 થી 8 વાટકી જેટલું પાણી

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કણકી ને ધોઈ લો.પછી એક કૂકરમાં 4-5 વાટકી પાણી મૂકી, સ્વાદમુજબ મીઠું નાંખી ધોયેલી કણકી નાંખી 4-5 સીટી વગાડી રાંધી લો.

  2. 2

    એક મોટી જાડી તપેલીમાં વઘાર માટે ઘી મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાંખો, જીરું તતડે એટલે તલ અને હીંગ નાંખી થોડું પાણી નાંખો. પાણી ઉકળે એટલે એમાં રાંધેલી કણકી ઉમેરો. પછી તેમાં ખાટું દહીં ઉમેરી તેને ખૂબ હલાવો.અથવા વલોણી થી વલોવી લો.

  3. 3

    કણકી ને સેમી લિક્વિડ રાખવી. તેમાં લીલાં વાટેલા મરચાં તથા કોથમીર ઉમેરવા. જરૂર પ્રમાણે મીઠું ઉમેરવું.તેને હલાવીને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

ટિપ્પણીઓ (5)

Darshana Patel
Darshana Patel @Darshana
I heard about this recipe but never tasted..I'm going to try this. Thank u 🙏

Similar Recipes