નાગલી નો રોટલો-સરગવાની ભાજીનું શાક(Nagli no rotlo-saragva ni bhaji nu shak Recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#India2020
Lost Recipes Of India
#west
હિન્દુસ્તાનના અંતરિયાળ ગામડાઓ માં હજી પણ પારંપરિક અને જંગલ માં થી ઉપલબ્ધ વ્યંજન મા થી ભોજન બનાવીને જમવામાં આવે છે.રોજના જમણ માં નાગલી નું પેજવું(પાણીમાં નાગલી નો લોટ ઉકાળીને બનાવાય છે) પીવામાં આવે છે.કોઈ તહેવાર હોય ત્યારે રોટલો અને ખેતરના શેઢે ઉગેલી ખાદ્ય ભાજીનું શાક ,ચટણી ને મીઠાઈમાં ગોળનું દડબું ખવાય છે .વર્ષો જૂની સાત્વિક ભોજન ની પરંપરા આ વનબંધુઓ એ જાળવી રાખી છે સુપર ફૂડ નાગલીમાં બીજા ધાન્ય કરતા કાર્બોહાઇડ્રેટ72.6(g) અને કેલ્શિયમ 350(mg) વધારે હોય છે...સરગવાના પાન માં વિટામિન A - C તેમજ કેલ્શિયમ, ફોસ્ફરસ,પોટેશિયમ અને ઘા રૂઝાય તેવા તત્વો ભરપૂર છે...

નાગલી નો રોટલો-સરગવાની ભાજીનું શાક(Nagli no rotlo-saragva ni bhaji nu shak Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#India2020
Lost Recipes Of India
#west
હિન્દુસ્તાનના અંતરિયાળ ગામડાઓ માં હજી પણ પારંપરિક અને જંગલ માં થી ઉપલબ્ધ વ્યંજન મા થી ભોજન બનાવીને જમવામાં આવે છે.રોજના જમણ માં નાગલી નું પેજવું(પાણીમાં નાગલી નો લોટ ઉકાળીને બનાવાય છે) પીવામાં આવે છે.કોઈ તહેવાર હોય ત્યારે રોટલો અને ખેતરના શેઢે ઉગેલી ખાદ્ય ભાજીનું શાક ,ચટણી ને મીઠાઈમાં ગોળનું દડબું ખવાય છે .વર્ષો જૂની સાત્વિક ભોજન ની પરંપરા આ વનબંધુઓ એ જાળવી રાખી છે સુપર ફૂડ નાગલીમાં બીજા ધાન્ય કરતા કાર્બોહાઇડ્રેટ72.6(g) અને કેલ્શિયમ 350(mg) વધારે હોય છે...સરગવાના પાન માં વિટામિન A - C તેમજ કેલ્શિયમ, ફોસ્ફરસ,પોટેશિયમ અને ઘા રૂઝાય તેવા તત્વો ભરપૂર છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
2 વ્યક્તિ
  1. 1/2 કપનાગલી નો લોટ(રાગી)
  2. 1 કપજુવારનો લોટ
  3. સ્વાદાનુસારમીઠું
  4. 3 ચમચી ઘી
  5. શાક માટે:-
  6. 1 કપસરગવાની ભાજીના પાન
  7. 4 ચમચીચણાનો શેકેલો લોટ
  8. 4 ચમચીદહીં
  9. 1 ચમચીતેલ વઘાર માટે
  10. 1 ચમચીઅજમો
  11. 3 કળીલસણ
  12. 1 ચમચીહળદર
  13. 1 ચમચીલાલમરચું
  14. 1લીલું મરચું
  15. 2 ચમચીધાણાજીરું
  16. ચપટીહિંગ
  17. સ્વાદાનુસારમીઠું જરૂર મુજબ
  18. સર્વ કરવા:-
  19. 3 ચમચીલસણ ની ચટણી
  20. 4 નંગમોળા મરચા
  21. 1 નાની ડુંગળી
  22. 1 ગ્લાસછાશ

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બન્ને લોટ મિક્સ કરી મીઠું ઉમેરી પાણી વડે મસળીને લોટ બાંધો તરત જમવું હોય તો રોટલા ખાઈ શકાય પણ જમવાની વાર હોય તો લોટમાં મ્હોણ ઉમેરવું નહિ તર કડક થઈ જાય છે રોટલા બનાવી લો.

  2. 2

    હવે સરગવાની ભાજી ના પાન છુટા પાડી સમારી લો.વઘાર ની તૈયારી કરો...

  3. 3

    એક કડાઈમાં તેલ મૂકી અજમો નાખો. સહેજ ફૂટવા લાગે એટલે હિંગ નાખી સમારેલી ભાજી વધારી દો.મસાલા કરો.મીઠું ઉમેરો.લસણ મરચાના ટુકડા નાખો.એક મોટો બાઉલ ભાજી હોય તો શોષાઈ ને એક વાટકી શાક બને છે..માત્ર 2 થી 3 મિનિટ માં શાક બની જશે.હવે ચણા નો લોટ દહીં અને 4 ચમચી પાણી ઉમેરીને મિક્સ કરીને ગેસ બંધ કરો..આપણું શાક તૈયાર છે...

  4. 4

    હવે આપણી વિસરાતી વાનગી નો રસથાળ તૈયાર છે...વનબંધુ ઓનું આ ભોજન ખૂબ સાત્વિક અને પૌષ્ટિક હોય છે...અપને પણ પુરાની પરંપરા તરફ પાછા ફરિયે. અપનાવીએ અને આપણો વારસો અકબંધ રાખીએ. તો પ્રસ્તુત છે રસથાળ ચટણી, છાશ,કચુંબર સાથે સર્વ કરીયે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes