મહારાષ્ટ્રીયન પૂરણપોળી (Maharashtrian puranpoli recipe in Gujarati)

#વેસ્ટ
બધાં રાજ્ય ની ડિશ બનાવીએ તો આપણા પાડોશી રાજ્ય ને કેમ ભૂલાય.... પૂરણપોળી એ મહારાષ્ટ્ર ની ફેમસ ડિશ છે.ગુડી પડવા કે કોઈ પણ મરાઠી તહેવાર પર ખાસ કરીને બનાવે છે.દેશી ઘી સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે.
મહારાષ્ટ્રીયન પૂરણપોળી (Maharashtrian puranpoli recipe in Gujarati)
#વેસ્ટ
બધાં રાજ્ય ની ડિશ બનાવીએ તો આપણા પાડોશી રાજ્ય ને કેમ ભૂલાય.... પૂરણપોળી એ મહારાષ્ટ્ર ની ફેમસ ડિશ છે.ગુડી પડવા કે કોઈ પણ મરાઠી તહેવાર પર ખાસ કરીને બનાવે છે.દેશી ઘી સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ લઈ તેમાં તેલ નાખી જરૂર મુજબ પાણી નાખીને રોટલી જેવો લોટ બાંધો અને ઢાંકીને રહેવા દો.
- 2
તુવેરની દાળ અને ચણા ની દાળ ને ધોઈ બાફી લો.હવે બફાઈ જાય પછી બરાબર હલાવી મિક્સ કરી લો.હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં બફાયેલી દાળ નાખી હલાવી લો.બરાબર શેકી લો.થોડો કલર બદલાય જાય પછી તેમાં ખાંડ નાખી હલાવી લો.
- 3
કાજુ બદામ નો ભૂકો કરી લો.ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો જેથી તળિયે બેસી ના જાય.ઘટ્ટ થાય એટલે તેમાં એલચી પાઉડર અને કાજુ બદામ નો ભૂકો અને કોપરાનું છીણ નાખી બરાબર મિક્સ કરો.હવે ઠંડું કરવા માટે મૂકી દો.
- 4
હવે લોટ માંથી લુવા લઈને રોટલી વણી લો અને તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકી બંધ કરો.તવી ગરમ કરો તેમાં પૂરણ પોળી શેકી લો.
- 5
બંને બાજુ ઘી મૂકી ધીમા તાપે શેકી લો.ઘી સરસ નાખવું જેથી ખાવાની મજા આવે.એજ રીતે બધી તૈયાર કરી લો.
- 6
મહારાષ્ટ્રીયન પૂરણપોળી તૈયાર છે.દેશી ઘી સાથે સર્વ કરો.
Similar Recipes
-
પૂરણપોળી
વેડમી ના નામે ઓળખાય એવી પૂરણપૂરી ને દેશી ઘી સાથે ખાવા ની મજા જ કઈક અલગ હોય છે.#ગુજરાતી Bhumika Parmar -
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
પૂરણપોળી હેલ્થી હોય છે અને મહારાષ્ટ્ર ના તહેવાર ની ફેમસ ડીશ છે Urvashi Thakkar -
ગુજરાતી વેડમી - પૂરણપોળી(Puran poli recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ-૭##માઇઇબુક##પોસ્ટ ૩૧#વેડમી ગુજરાતની તેમજ મહારાષ્ટ્રની પ્રિય વાનગી છે. તહેવાર હોય કે ના હોય વેડમી બધા ને ત્યા બને છે. પણ આજે દિવસો એટલે અષાઢ વદ અમાસ ના દિવસે અમારે ત્યાં પરંપરાગત વેડમી બનાવે. આ દિવસ પછી શ્રાવણ માસ ના બધા તહેવાર ની શરૂઆત થાય છે. નીલમ પટેલ (Neelam Patel) -
પૂરણપોળી.(Puranpoli recipe in Gujarati.)
#childhood "ચંદા પોળી ઘી માં ઝબોળી સૌ છોકરાને અડધી પોળી મારા દિકાને આખી પોળી..." પૂરણપોળી દાદી નાની ના સમય ની એક પારંપારિક વાનગી છે.બાળપણ માં માતા બાળકને વ્હાલ થી જોડકણું ગાયને પૂરણપોળી ખવડાવતી .બાળકો ખુશ થઈ ખાતા. વાર તહેવારમાં અને જન્મદિવસ એ પૂરણપોળી અવારનવાર ઘરમાં બનાવતા.મારા મમ્મી ની પૂરણપોળી મને ખૂબ ભાવતી.મીઠી મીઠી પૂરણપોળી સાથે બાળપણ ની મીઠી યાદો જોડાયેલી છે. Bhavna Desai -
પૂરણપોળી
#goldenapron2 #maharashtra #week8મહારાષ્ટ્ર નું પ્રચલિત વ્યંજન એટલે પૂરણપોળી. ઘી લગાવેલી પૂરણપોળી કઢી કે શાક સાથે કે એમનેમ પણ મસ્ત લાગે છે. Bijal Thaker -
-
પૂરણપોળી (puranpoli recipe in Gujarati)
#મોમપુરણપુરી હું મારી દીકરી માંટે બનવું છું અને મારી મોમ મારા માંટે બનાવતી હું મોમ પાસે થી જ શીખી છું ખાવા મા સ્વાદિષ્ટ અને હેલ્ધી પૂરન પુરી આંજે બનાવીએ. Varsha Karia I M Crazy About Cooking -
પુરણ પોળી મહારાષ્ટ્રીયન ફેમસ મિઠાઇ (Puran Poli Maharashtrian Famous Sweet Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR2#week2 Sneha Patel -
પુરણ પોળી(puran poli recipe in gujarati)
#વેસ્ટ#સાતમ#માઇઇબુક 24અહી પૂરણપોળી નું પુરણ મે માઇક્રોવેવ માં બનાવ્યું છેપૂરણપોળી આમતો મહારાષ્ટ્ર ની વાનગી છે જે વેડમી તરીકે ઓળખાય છે... ત્યાં તુવેર ની દાળ ની બને છે અને નાની સાઇઝ ની હોય છે... અમારી કૉમ્યુનિટી માં પૂરણપોળી મોટા ભાગે ચણા ની દાળ ની ...સાઇઝ માં મોટી અને થોડી વધુ સ્વીટ બને છે.અમારા વડીલો પૂરણપોળી ખાય ત્યારે ઘી ખૂબ વધુ લગાવેલી અને જમવા માં વાટકી ભરી અને ઘી સાથે લે અને ઘી માં ડૂબાડૂબ પૂરણપોળી ખાય. Hetal Chirag Buch -
-
ડ્રાયફ્રુટ પૂરણપોળી(Dryfruit Puranpoli recipe in Gujarati)
#CookpadTrans4આ ડ્રાયફ્રુટ પૂરણપોળી બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે. પુરણપોળી માટે આ સ્ટફિંગ તૈયાર કરીને સ્ટોર કરી શકાય છે. Nita Mavani -
પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
#શ્રાવણ. તહેવાર ની વણજાર એટલે શ્રાવણ માસ એટલે ભજન ભોજન નો મહીમા HEMA OZA -
-
ડ્રાય ફ્રૂટ્સ પૂરણ પોળી (Dry fruits puran poli in Gujarati)
#વેસ્ટગુજરાત અને મહારાષ્ટ્રમાં પૂરણ પોળી બનાવામાં આવે છે. ગુજરાતી ભાષા એને વેઢમી કેહવાઈ છે જ્યારે મરાઠી ભાષા માં એને પૂરણ પોળી કેહવાઈ છે. ગુજરાતી લોકો તુવેરની દાળ થી બનાવે છે અને મરાઠી લોકો ચણા ની દાળ થી બનાવે છે. મૈં ચણા ની દાળ ની પૂરણ પોળી માં મિક્સ ડ્રાય ફ્રૂટ્સ નો પાઉડર ઉમેરિયાં છે.#CookpadIndia Krupa Kapadia Shah -
પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
#childhoodનાના હતા ત્યારે પુરણ પોળી ખૂબ જ ભાવતી હતી. અત્યારે પણ ખુબજ ભાવે છે. Jayshree Doshi -
ડ્રાયફ્રૂટ પૂરણપોળી(Dryfruit Puran poli Recipe in Gujarati)
#GA4#Week9ડ્રાયફ્રૂટ પૂરણપોળી ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.અને નાના-મોટા સૌને ભાવે એવી સ્વીટ વાનગી છે.😍 Dimple prajapati -
મહારાષ્ટ્રીયન ભાખરવડી (Maharashtrian Bhakarwadi Recipe In Gujarati)
#MAR#SRJભાખરવડી એ બધાને ભાવતો નાસ્તો છે આપણા ગુજરાતીઓની પણ પ્રિય છે જે અલગથી બનાવાય છે મહારાષ્ટ્રીયન લોકોની પણ ખૂબ જ famous રેસીપી છે જેમાં એ લોકો મેઇન ટોપરાનું ખમણ નો ઉપયોગ કરે છે અને બાકીના ખડા મસાલા નો અને મેંદા ના લોટ નો ઉપયોગ કરીને બનાવે છે. Manisha Hathi -
મગની દાળની પૂરણપોળી (Moong Dal Puranpoli Recipe In Gujarati)
#Famમગની દાળની કેસર વાળી પૂરણપોળી Khushbu Sonpal -
જોધપુર ની પ્યાજ કચોરી(jodhpur ni pyaj kachori recipe in Gujarati)
#વેસ્ટજોધપુર ની પ્યાજ કચોરી આપણા દેશમાં ખૂબજ ફેમસ છે.અને ખુબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#વેસ્ટઆ વાનગી ગુજરાતી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવાર પર બનાવવામાં આવે છે Alka Parmar -
-
પુરણપોળી (Puran Poli Recipe In Gujarati)
અમારા ઘરમાં પુરણપોળી બધાની ભાવતી વાનગી છે. ખાસ તો એ બધાના જન્મદિવસ ના બનાવીએ છીએ એટલે એ અમારી જન્મદિવસ સ્પેશિયલ છે. #MDC Deepti Pandya -
-
પુરણપોળી(puranpoli recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-15#વિકમીલ૨#સ્વીટ પુરણપોળી આપણી ટ્રેડિશનલ વાનગી છે.. આમાં ખાંડ ની જગ્યાએ ગોળ અને તજ, લવિંગ, ઇલાયચીનો ઉપયોગ કર્યો છે.. મેંદા ની જગ્યાએ ઘઉં નો લોટ નો ઉપયોગ કર્યો છે... Sunita Vaghela -
ચણાની દાળની પૂરણપોળી
#સાઈડમેં આજે ચણાની દાળની પૂરણપોળી બનાવી છે આપણે જમવા બેસે ત્યારે શાક રોટલી દાળ ભાત હોય પણ પાસે કોઈ આપણને મીઠું ખાવાનું મન થાય તો આ પૂરણપોળી બનાવી શકાય છે અને ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે. Pinky Jain -
શાહી પૂરણપોળી (Shahi Puranpoli Recipe In Gujarati)
#HR#cookpadindia#cookpadgujarati#holispecial#authentic#traditional#sweetઆજે હોળી નિમિતે મે પારંપરિક અને સદાબહાર એવી પૂરણપોળી બનાવી .એમાં થોડું ટ્વીસ્ટ આપ્યું .જેમકે આપણે પૂરણ માં ડ્રાયફ્રુટ,કેસર અને ઈલાયચી તો નાખતા હોઈએ પણ મે મિલ્ક મસાલા પાઉડર ઉમેર્યો છે જે ખરેખર ખૂબ જ શાહી સ્વાદ આપે છે . Keshma Raichura -
-
-
-
પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
#મોમ"Puran Poli" 😍ફ્રેન્ડ્સ, પુરણપોળી ...મારી ફેવરીટ 😍 છે. વેકેશન માં રાજકોટ જઇએ ત્યારે લાડવા, ભરેલા રીંગણ-બટેટા નું શાક, ભરેલા કારેલા નું શાક, ગળ્યા પુડલા, તલઘારી લાપસી , દહીંવડા અને પુરણપોળી ખાઈ ને હું એ સ્વાદ ને મન માં ભરી ને ફરી મારા રુટિન માં ગોઠવાઈ જાવ. મારા બર્થડે પર હું હાજર ના હોવ પણ મારી ફેવરીટ પુરણપોળી બનાવી ને ઉજવવા માં આવે જે મારા ઘર પિયર માં મારુ સ્થાન હજુ જળવાઈ રહ્યા ની હંમેશા પ્રતિતિ કરાવે અને મન માં એ ઘર ની દિકરી હોવા નું ગૌરવ અનુભવું🙏 😍😍😍 આજે મેં પણ પુરણપોળી મારા મોમ માટે બનાવી અને મારા બાળકો ની પણ ફેવરીટ હોય અહીં રજુ કરી છે 🥰🥰 asharamparia
More Recipes
ટિપ્પણીઓ (4)