ખાંડવી (દહીંવડી)(khandvi recipe in gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

#ઈસ્ટ
#સુપર શેફ#
પોસ્ટ-4
પૂર્વ ભારતમાં આપણું ઞુજરાત આવે. ગુજરાતી માટે કહેવાય છે કે જયાં જાય ત્યાં ખાંડવી (દહીંવડીરી, ચકરી, ખાખરા,ખાંડવી, મરચાં, અથાણાં, પાપડ માંથી કાંઈ ને કાંઈક તો સાથે લઈ જાય.
પરદેશ જાય તો એ વખતે 1 બેગમાં નાસ્તા જ હોય. આ ખાંડવી બનાવતા હું મારી દીદી પાસેથી શીખી. એ રીત હું તમને બધાને બતાવું છું.આ વાનગી બહુ ઓછા ઘટકોથી અને જલ્દી બનાવી શકાતી હોવાથી મહેમાન આવે ત્યારે સરળતાથી બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનીટ
3-4 વ્યક્તિ
  1. 1 વાડકીચણાનો લોટ
  2. સ્વાદ અનુસારમીઠું
  3. ચપટીહળદર
  4. 3/4 કપદહીં
  5. વઘાર માટે 2 ચમચી તેલ
  6. 1/2ચમચી તલ
  7. 1/2ચમચી રાઈ,ચપટી હીંગ
  8. લીલાં સમારેલા મરચાં
  9. મીઠા લીમડાના 6-7પાન
  10. ઝીણી સમારેલી કોથમીર
  11. 1-11/4જેટલું પાણી

રાંધવાની સૂચનાઓ

40 મિનીટ
  1. 1

    એક તપેલીમાં 1 વાટકી ચણાનો લોટ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર તથા પોણો કપ દહીં ઉમેરો.

  2. 2

    એ લોટમાં ધીરે -ધીરે પાણી ઉમેરતા જઈ - હલાવતા જઈને ખીરું તૈયાર કરવું.

  3. 3

    કૂકરમાં પાણી મૂકી એ તપેલીને કૂકરમાં ઢાંક્યા વગર મૂકવી.

  4. 4

    કૂકરની 5-6સીટી વગાડવી. પછી કૂકર ખોલી તપેલી બહાર કાઢી એ ખીરાને ખૂબ હલાવીને ગરમ-ગરમ જ પ્લેટફોર્મ પર કે થાળીમાં પાથરવું.

  5. 5

    ચાકુ ની મદદથી તેના કાપા પાડવા. પછી ચાકુની ધારથી થોડો વીંટો વાળો. પછી હાથની મદદથી વીંટા વળી જશે.

  6. 6

    બધા વીંટા વળાઈ જાય એટલે એના ઉપર લાલ મરચું પાઉડર ભભરાવો. પછી તેલનો વઘાર કરો, વઘારમાં લીલાં મરચાં, તલ, મીઠા લીમડાના પાન તથા હીંગ નાંખવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes