ઇડલી (Idli Recipe In Gujarati)

Mumma's Kitchen
Mumma's Kitchen @cook_25413041

એકદમ સરળ રીતે બની જાય એવી સૌને ગમે એવી spongy ઇડલી ની રેસીપી છે. રેસીપી જરૂરથી ટ્રાય કરજો.
You tube channel
https://www.youtube.com/channel/UCc_KjcgYgGkgYbnZ6SQwRSw

ઇડલી (Idli Recipe In Gujarati)

એકદમ સરળ રીતે બની જાય એવી સૌને ગમે એવી spongy ઇડલી ની રેસીપી છે. રેસીપી જરૂરથી ટ્રાય કરજો.
You tube channel
https://www.youtube.com/channel/UCc_KjcgYgGkgYbnZ6SQwRSw

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
પાંચથી છ વ્યક્તિઓ માટે
  1. 3 કપજાડા ધોઈને સૂકવેલા ચોખા
  2. 1 કપફોતરા વગરની અડદની દાળ
  3. 1/2 કપપૌંઆ
  4. સ્વાદાનુસારમીઠું
  5. 2 ટેબલસ્પૂનખાવાનું તેલ
  6. 1 ટેબલ સ્પૂનખાવાનો સોડા
  7. 3 અને 1/2 કપ છાશ
  8. પાણી જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    ખીચડી ના જાડા ચોખાને ચોખ્ખા પાણીથી ધોઈને, ચાળણીમાં નિતારી ને તડકામાં સરખા સૂકવી લેવા. એમાં ભેજ ના રહેવું જોઈએ.

  2. 2

    3 કપ ધોયેલા ચોખા, એકકપ ફોતરા વગરની અડદની દાળ અને અડધો કપ પૌંઆ નાખી બધુ બરાબર મિક્ષ કરી લેવું.

  3. 3

    હવે એને બારીક રવા જેવું પીસીને સ્ટોર કરી શકાય. તો આ રીતે એટલી pri mix તૈયાર કરી લેવું.

  4. 4

    હવે ત્રણ કપ ઈડલી પ્રિ મીક્સ, અને 3 અને 1/2 કપ છાશ નાખીને બરાબર મિક્સ કરી છ થી સાત કલાક એર ટાઈટ ડબ્બામાં આથો દેવા મૂકી દેવું.

  5. 5

    આથો દેવા બંધ કુકરમા અથવા બંધ માઇક્રોવેવ માં મૂકી શકાય.

  6. 6

    છ થી સાત કલાક પછી ખીરામાં આથો આવી જશે.અને હવે એમાં મીઠું અને પાણી નાખી કેકના બેટર જેવું ખીરું તૈયાર કરી લેવું.

  7. 7

    હવે ગેસ ઉપર એક નાના વઘારીયા માં 2 ટેબલસ્પૂન ખાવાનું તેલ ગરમ થવા મૂકો.પછી તેમાં ટેબલ ફોન ખાવાનો સોડા નાખો.

  8. 8

    જ્યારે તેલમાં ફીંણા થવા લાગે ત્યારે તેને તૈયાર ઈડલી બેટર માં નાખી બરાબર હલાવી લેવું.

  9. 9

    હવે ઇડલીના મોલ્ડ ને તેલથી ગ્રીસ કરી લેવું.

  10. 10

    હવે દરેક ખાનામાં એકેક નાનું ચમચો ઈડલીનો બેટર નાખી દેવું.

  11. 11

    હવે બધું બરાબર સ્ટેન્ડમાં ગોઠવી ને કૂકરમાં એક ગ્લાસ પાણી નાખી, તેના પર રાખી અને સીટી કાઢીને ઢાંકણું બંધ કરી દેવું.

  12. 12

    5 થી 6 મિનિટ ફાસ્ટ ગેસે ચડવા દેવું. પછી તેલ વાળી ચમચીથી ઈડલી ઠરે એટલે કાઢી લેવી.

  13. 13

    અને સર્વિંગ પ્લેટમાં પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mumma's Kitchen
Mumma's Kitchen @cook_25413041
પર

Similar Recipes