સ્ટફ્ડ ઇડલી (Stuffed Idli Recipe In Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#EB
#week10
#RC2
#cookpadindia
#cookpadgujarati
આજે ઇડલીમાં થોડું વેરીએશન કર્યું. સ્ટફ્ડ ઇડલી બનાવી. સાદી મોળી ઇડલી માં મસાલા વાળા બટેકા નું સ્ટફીંગ મુક્યું. ખુબ જ સ્વાદિષ્ટ બની..આ ઇડલી નારિયેળની ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે. તમે પણ ચોક્કસ બનાવજો સ્ટફ્ડ ઇડલી...

સ્ટફ્ડ ઇડલી (Stuffed Idli Recipe In Gujarati)

#EB
#week10
#RC2
#cookpadindia
#cookpadgujarati
આજે ઇડલીમાં થોડું વેરીએશન કર્યું. સ્ટફ્ડ ઇડલી બનાવી. સાદી મોળી ઇડલી માં મસાલા વાળા બટેકા નું સ્ટફીંગ મુક્યું. ખુબ જ સ્વાદિષ્ટ બની..આ ઇડલી નારિયેળની ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે. તમે પણ ચોક્કસ બનાવજો સ્ટફ્ડ ઇડલી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 સર્વિંગ
  1. ખીરું બનાવવા માટે
  2. 300 ગ્રામચોખા
  3. 100 ગ્રામઅડદની દાળ
  4. 2 ટે.સ્પૂન પલાળેલા પૌંઆ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ટી.સ્પૂનબેકિંગ સોડા
  7. સ્ટફીંગ બનાવવા માટે
  8. 2 નંગબાફેલા બટાકા
  9. 1.5 ટી.સ્પૂનવઘાર માટે તેલ
  10. 1/4 ટી.સ્પૂનરાઈ
  11. 1/4 ટી.સ્પૂનજીરું
  12. 1/4 ટી.સ્પૂનહિંગ
  13. 1/2 ટી.સ્પૂનહળદર
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. 1/2 ટી.સ્પૂનમરચું
  16. 1 ટી.સ્પૂનધાણા પાઉડર
  17. 1/4 ટી.સ્પૂનચાટ મસાલો
  18. 1/4 ટી.સ્પૂનખાંડ
  19. 1/2 ટી.સ્પૂનલીંબુનો રસ
  20. તેલ ગ્રીસ કરવા માટે
  21. સર્વ કરવા માટે
  22. સાંભાર
  23. નારિયેળની ચટણી

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1
  2. 2

    સૌ પ્રથમ ચોખા અને અડદની દાળ અલગ અલગ પલાળેલી લેવા.5-6 કલાક માટે પલાળી રાખવા. હવે અડદની દાળ પીસતી વખતે તેમા પલાળેલા પૌંઆ એડ કરવા. અને મિકસચર માં એકદમ સ્મૂથ પીસી લેવા. ચોખા પણ પીસી લેવા. પછી બન્ને મિકસચર જારમાં પીસીને સ્મૂથ ખીરું બનાવવું. 6-7 કલાક આથો આપવા માટે ઢાંકીને રાખવું.

  3. 3

    સ્ટફીંગ બનાવવા માટે બાફેલા બટાકા ને ઝીણા સમારી લેવા. પેનમાં તેલ લઈ તેમાં રાઈ, જીરું, હીંગ નો વઘાર કરવો. હવે સમારેલા બટાકા, મીઠું, હળદર, મરચું, ધાણા પાઉડર, ચાટ મસાલો અને ખાંડ એડ કરી સ્મેશ કરી લેવા. છેલ્લે લીંબુનો રસ એડ કરવું અને ગેસ પરથી લઈ હલાવી લેવું. સ્ટફીંગ તૈયાર છે.

  4. 4

    સ્ટફ્ડ ઈડલી બનાવવા માટે ઈડલી ના મોલ્ડને તેલથી ગ્રીસ કરી લેવું. તેમાં 1/4 ખીરું ભરવું. હવે વચ્ચે 1.5 ટી.સ્પૂન જેટલું બનાવેલું સ્ટફીંગ મુકવું. તેના પર ખીરું નાખી મોલ્ડને પૂરેપૂરો ભરવું.

  5. 5

    ઢોકળીયામાં પાણી મુકી ઈડલી સ્ટેન્ડ મુકી સ્ટીમ કરી લેવી. લગભગ 10 -12 મિનિટ થશે.

  6. 6

    સ્ટીમ થઈ જાય એટલે વરાળ નીકળી જાય પછી અનમોલ્ડ કરી લેવી. નારિયેળની ચટણી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes