સુખડી (Sukhadi recipe in Gujarati)

Chhaya panchal
Chhaya panchal @chhaya
Vadodara

સુખડી એ આપણા ગુજરાતીઓની સૌથી પ્રિય સ્વીટ છે. પહેલાના જમાના માં કોઈ મહેમાન આવે તો સુખડી બનાવતા. જે ફટાફટ બની જાય છે. સુખડી ને ગોળપાપડી પણ કહેવાય છે.
#trend4
#week4
#post5
#સુખડી

સુખડી (Sukhadi recipe in Gujarati)

સુખડી એ આપણા ગુજરાતીઓની સૌથી પ્રિય સ્વીટ છે. પહેલાના જમાના માં કોઈ મહેમાન આવે તો સુખડી બનાવતા. જે ફટાફટ બની જાય છે. સુખડી ને ગોળપાપડી પણ કહેવાય છે.
#trend4
#week4
#post5
#સુખડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 2બાઉલ ઘઉંનો ઝીણો લોટ
  2. 1&1/2 બાઉલ ઘી
  3. 1બાઉલ ઝીણો કાપેલો ગોળ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ગેસ ચાલુ કરી કડાઈ ધી લઇ લો. ઘી ગરમ થાય પછી લોટ નાખી દો. જે બાઉલ ભરીને લોટ લીધો હોય એજ બાઉલ નું માપ થી ગોળ અને ઘી લેવું.

  2. 2

    ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી લોટ ને શેકી લો. લોટ શેકવાની સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવો.

  3. 3

    લોટ શેકાઈ જાય પછી ગેસ બંધ કરો. ગોળ નાખીને બરાબર મિક્ષ કરી લો. લોટ ગરમ હશે એટલે ગોળ પીગળી જશે.

  4. 4

    ગોળ પીગળી જાય પછી થાળીમાં ઠારી લો. તવેતા મદદથી બરાબર એક સરખું લેવલ કરી દો. સુખડી થોડી ગરમ હોય ત્યારે જ કાપા કરી લો.

  5. 5

    સુખડી એકદમ ઠંડી થાય પછી ટુકડા કાઢી લો. સુખડી ખાવા માટે બનીને તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chhaya panchal
પર
Vadodara
નવી નવી વાનગીઓ બનાવી ખૂબ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes