બાલુશાહી

Komal Batavia
Komal Batavia @cook_22279443

#નોર્થ
આ બંગાળની ફેમસ મીઠાઈ છે માત્ર ત્રણ જ વસ્તુ માં એકદમ બહાર જેવી જ આટલી સરસ મીઠાઈ ઘરે બની શકે છે.

બાલુશાહી

#નોર્થ
આ બંગાળની ફેમસ મીઠાઈ છે માત્ર ત્રણ જ વસ્તુ માં એકદમ બહાર જેવી જ આટલી સરસ મીઠાઈ ઘરે બની શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 યક્તિ
  1. 2વાટકા મેંદો
  2. અડધો વાટકો ઘી
  3. 500 ગ્રામખાંડ
  4. 1/2ચમચી બેકિંગ પાઉડર
  5. ચપટીમીઠું
  6. ચપટીકેસર
  7. 1 ચમચીઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    આપણે એક સરખુ માપ લય ને આ બલુશહિ મીઠાઇ બનાવીસુ તો ચાલો આપણે બાલુશાહી બનાવવાની તૈયારી કરીએ સૌપ્રથમ ખાંડની ચાસણી બનાવવા ગેસ ઉપર મૂકવી ખાંડ ની અંદર એક વાટકો પાણી ઉમેરી ઉભરો આવે ત્યાં સુધી ચાસણી થવા દેવી એક વાટકી ની અંદર કેસર પલાળી ચાસણી માં એડ કરવું સાથે ઇલચી પાઉડર ઍડ કરિ ને નીચે ઉતારી લેવી અને ઠંડી થવા દેવી.

  2. 2

    મેંદાને ચાળી લેવો પછી તેમાં ચપટી મીઠું અને બેકિંગ પાઉડર એડ કરી મેંદા મા ખૂબ મિક્સ કરી લેવો ત્યાર પછી તેમાં અડધો વાટકો ઘી અને અડધો વાટકો પણી ઍડ કરિને લોટ ની જેમ બનાવી લેવું (યાદ રાખો કે આપણે ખુબ મસળવનો નથી)લોટ બંધાય ગયા બાદ તેને 5 મિનિટ માટે સાઈડ મા અલગ મુકિરાખો.

  3. 3

    5 મિનિટબાદ તેને લુવા ના સેપ મા કાપી લેવા પછી ઍક પેન મા ઘી ગરમ કરવા મુકવું ગેસ ઍકદમ સ્લો રાખવાનો છે ઍક લુવો હાથ મા લઈ ને ઍક જ બાજુથી ગોળ ગોળ સેપ મા વળી ને વચ્ચે ના ભગ મા આગળી થી કાનુ પાડી લેવું આવી જ રિતે બધાજ લુવા ને બનાવી લેવા.

  4. 4

    હવે ઍ લુવને ધીમા ગેસ પર બધાજ લુવા ને એકદમ ગુલાબી કલર ના તેલ મા તળી લેવા બધાજ લુવા તળાય ગયા બાદ તેને ઍક પ્લેટ મા કાઢી લેવા.

  5. 5

    ત્યાર પછી તળાય ગયેલા લુવા થોડા થંડાં થાય પછી બધાજ બલુશાઈને ચાસણી મા 10 મિનિટ માટે ડુંબોળી ને કાઠિ લેવા ઍક પ્લેટ મા ગોઠવી ને ઉપર બદામ અથવા પિસ્તા ની કતરી થી ગાર્નિશ કરવી તો ત્યાર છે આપણી બાલુશાઇ મિઠાઇ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Batavia
Komal Batavia @cook_22279443
પર

Similar Recipes