ઓરેન્જ ફલેવરડ્ બાલુશાહી

asharamparia
asharamparia @Asharamparia

#મીઠાઈ
બાલુશાહી નોર્થ ઇન્ડિયા ની સ્વીટ છે. જે ગુજરાતી સ્વીટ "મીઠા સાટા" ને મળતી આવે છે. દક્ષિણ ભારત માં આ સ્વીટ" બદુશા" ના નામ થી ઓળખાય છે. આ રેસીપી બનાવવા માં ઈઝી છે.ફકત માપ ને ફૉલો કરીએ તો પરફેક્ટ બાલુશાહી નો ટેસ્ટ ઘરે બેઠાં લઈ શકાય છે.

ઓરેન્જ ફલેવરડ્ બાલુશાહી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#મીઠાઈ
બાલુશાહી નોર્થ ઇન્ડિયા ની સ્વીટ છે. જે ગુજરાતી સ્વીટ "મીઠા સાટા" ને મળતી આવે છે. દક્ષિણ ભારત માં આ સ્વીટ" બદુશા" ના નામ થી ઓળખાય છે. આ રેસીપી બનાવવા માં ઈઝી છે.ફકત માપ ને ફૉલો કરીએ તો પરફેક્ટ બાલુશાહી નો ટેસ્ટ ઘરે બેઠાં લઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 1/2 કપમેંદો
  2. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  3. 1/2 ચમચીમીઠું
  4. 1/2 કપઘી
  5. 1/2 કપપાણી (જરુર મુજબ)
  6. ઓરેન્જ કલર(જરુર મુજબ)
  7. ચાસણી માટે:
  8. 1 કપખાંડ
  9. 1 કપપાણી
  10. 1/2 ચમચીઇલાયચી પાવડર
  11. 10-12કેસર સળી
  12. ઓરેન્જ એસન્સ 2 ટીપાં
  13. ગાર્નીસીંગ માટે બદામ,કાજુ,પીસ્તા ની કતરણ
  14. ગુલાબ ની પાંખડીઓ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આપણે ચાસણી બનાવી ને સાઈડ માં મુકી દઈશું.એ માટે એક પેન માં ખાંડ,પાણી કેસર મિક્સ કરી ગરમ કરવા મુકો. 1તારી ચાસણી બનાવી ઇલાયચી પાવડર, ઓરેન્જ એસન્સ ઉમેરી મિક્સ કરી લો અને ચાસણી ઠંડી કરવા મુકી દો.

  2. 2

    હવે એક બાઉલમાં મેંદા નો લોટ,મીઠું,બેકીંગ પાવડર,ઘી, ઓરેન્જ કલર ઉમેરી થોડું-થોડું પાણી ઉમેરતાં જઈ લોટ ભેગો કરો.(લોટ મસળીને બાંઘવા નો નથી.) પરાઠા જેવો નરમ લોટ રાખી 5મિનિટ રેસ્ટ આપો.ત્યાર બાદ લોટ ને બંને હાથ થી 5 થી 6 વાર ખેંચી ને ભેગો કરો. આ પ્રોસેસ થઈ જાય પછી હાથે થી લોટ ને ફેલાવી વચ્ચે થી કટ કરી. કટ કરેલ એક ભાગ બીજા ઉપર મુકી ફરી ફેલાવો..આ પ્રોસેસ 5 થી 6 વાર ચોકકસ કરવી જેથી બાલુશાહી એકદમ સોફ્ટ અને ખસ્તા બને. બઘાં જ લેયર પણ છુટા પડે. 6વાર પ્રોસેસ થઈ જાય પછી લોટ ના ચાર ભાગ કરી લેવા.

  3. 3

    દરેક ભાગ ને હળવાં હાથે થી મસળી ને એક સરખાં ગુલ્લા બનાવી લેવાં એક ગુલ્લુ હાથ માં લઈ ગોળ ગોળ ફેરવી સહેજ દબાવી અંગુઠા થી મિડલ માં પ્રેસ કરો.આ રીતે બઘી જ બાલુશાહી બનાવી રેડી કરો.
    હવે ગેસ પર તળવા માટે તેલ ગરમ કરો. (સ્લો ફલેમ)

  4. 4

    યાદ રહે બાલુશાહી એકદમ નોર્મલ ગરમ તેલ માં જ તળવા મુકવી.જયારે બાલુશાહી તળાઈને ઉપર આવી જાય ત્યારે ગેસ મિડિયમ કરી બાલુશાહી ફેરવી બીજી સાઈડમાં પણ બ્રાઉન તળી લેવી. આ રીતે બઘી જ બાલુશાહી તળી લેવી. બાલુશાહી થોડી ઠંડી પડા એટલે ચાસણી માં ફક્ત 5મિનિટ ડુબાડી રાખી ને કાઢી લેવી.ત્યાર બાદ એક પ્લેટ માં બાલુશાહી ગોઠવી ઉપરથી કાજુ,બદામ,પીસ્તા ની કતરણ ભભરાવીને ગુલાબ ની પાંખડીઓ થી ગાર્નીસીંગ કરો. બાલુશાહી ઘરે પણ એકદમ ખસ્તા બની છે.દરેક લેયર સુઘી ચાસણી ચડી ગઈ છે.જે પિક્ચર માં જોઇ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ

Similar Recipes